વિંછીયા તાલુકાના ઢેઢુકી ગામ પાસે છકડો રીક્ષાએ બુલેટના ચાલકને હડફેટે લેતા ચોટીલાના આણંદપુર ગામના વેપારીનું મોત નિપજયું હતું. પ્રાપ્ત વિગતો મુજબ, ચોટીલાના આણંદપુર ગામે રહેતા અને એગ્રોની દુકાન ધરાવતા વેપારી તૌશીફભાઈ ઈકબાલભાઈ વડીયા પોતાનું બુલેટ લઈને વિંછીયાથી આણંદપુર જતા હતા. ત્યારે સામેથી આવતી છકડો રીક્ષાના ચાલકે તેમને હડફેટે લેતા તૌશીફભાઈને ગંભીર ઈજા થતા સારવાર અર્થે જસદણની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર કારગત નીવડે તે પૂર્વે તેમનું મોત
નિપજયુ અને અકસ્માતના બનાવ બાદ અકસ્માત સર્જનાર ચાલક રીક્ષા લઈ નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે મૃતકના ભાઈ સાહીદભાઈએ રીક્ષા ચાલક સામે ફરીયાદ કરતા વિંછીયા પોલીસે ગુન્હો દાખલ કરી આગળની તાસ હાથ ધરી હતી.