કોડીનાર તાલુકાના ડોળાસા ગામ અને ગીરગઢડા તાલુકાનું કાણકિયા ગામ વચ્ચે માત્ર ૩ કિ.મી.નું અંતર છે તેમાંય એક કિ.મી. તો નેશનલ હાઈવે છે. બાકીના બે કિ.મી.નાં રોડ માટે ડોળાસા અને કાણકીયાના ગામના લોકો અને આગેવાનો દ્વારા અનેકવાર રજૂઆત કરાઈ હોવા છતા નિંભર તંત્ર દ્વારા અંજળપાણી આવતા નથી. ત્રીસ વર્ષ પહેલા આ ગામને જાડતો ઉંચો મેટલ રોડ બની ગયો છે. અહીથી પસાર થનારા ડોળાસા અને કાણકીયા ગામના અનેક લોકોનું ડામર રોડ જાવાનું સપનું અધુરૂ જ રહ્યું છે. પરંતુ અટલા વર્ષો વિત્યા બાદ પણ ડામર રોડના દર્શન થયા જ નથી. ત્યારે આ કોડીનાર અને ગીરગઢડા તાલુકાને જાડતો ટુંકો રોડ બને તો તેનો લાભ બંને તાલુકાને મળે તેમ છે. ત્યારે હવે આ રોડ કેટલા વરસ બાદ બનશે? તેવો વેધક સવાલ લોકોમાંથી ઉઠવા પામ્યો છે.