દેશમાં કોરોનાવાયરસ મહામારી ચાલી રહી છે અને દુનિયાના અનેક દેશોમાં નવા ખતરનાક વેલીયન્ટ ને પગલે કડક નિયંત્રણો લગાવવામાં આવી રહ્યા છે તો બીજી બાજુ દેશમાં પણ કેટલાક ધંધા-ઉદ્યોગ એવા છે જેમને વધુ તકલીફ પડી રહી છે.
ખાસ કરીને દેશમાં વાહન અને મોબાઈલ ફોન ઉદ્યોગ પર આગામી છ મહિના સુધી ભારે સંકટ રહેશે તેવી જોણકારી આપવામાં આવી છે અને આ બંને ઔદ્યોગિક ક્ષેત્રમાં ઉત્પાદન અને પુરવઠાની પ્રક્રિયા ભયંકર રીતે અવરોધાઈ શકે છે.
સત્તાવાર અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ઉત્પાદન કરવા માટે અત્યંત જરૂરી કેટલીક ચીપ સહિતની સામગ્રીઓ નો સદંતર અભાવ રહ્યો છે અને વિદેશથી મંગાવવામાં ભારે તકલીફ પડી રહી છે અને તેને પગલે ઉત્પાદનના લેવલમાં ઘટાડો શરૂ થયો છે અને આ પરિજો આગામી છ મહિના સુધી આ બન્ને ઉદ્યોગને પરેશાન કરતી રહેશે.
દેશમાં વાહન તેમજ સ્માર્ટફોન લેપટોપ ટીવી અને રેફ્રિજરેટરની બજોરમાં પુરવઠા ની પ્રક્રિયા ખોરવાઇ શકે છે અને તેને પગલે આ ચીજોમાં ભાવવધારો પણ શક્ય છે. ઉત્પાદન માટે જરૂરી એવી સામગ્રીના ભાવમાં ૧૦૦ ટકા જેટલો વધારો થઇ ગયો છે અને ખાસ કરીને વાહન અને ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓ માટે ખર્ચનો બોજો ખૂબ જ વધી રહ્યો છે.
પરિવહન ખર્ચમાં પણ પાંચ ટકા જેટલો ભારે વધારો થઇ ગયો છે અને તેને પગલે વાહન અને મોબાઈલ ફોન સહિતની ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓનો બનાવતી કંપનીઓ ભારે મુસીબતમાં મુકાયેલી છે અને આગામી છ મહિના સુધી એમની પરીક્ષા થવાની છે.