અમરેલી સીટી પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલા ૬૩ વાહનોને આગામી ૧૦ દિવસમાં છોડાવી જવા અખબારી યાદીથી અપીલ કરવામાં આવી છે. અમરેલી સીટી પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદી મુજબ, સીટી પોલીસ સ્ટેશન ખાતે વારસી અથવા બિનવારસી હાલતમાં રાખવામાં આવેલા ૬૩ ટુ-વ્હીલ વાહનોને છોડાવવા માટે કોઇ આવેલ ન હોય, જેથી આ વાહનોની કાર્યક્ષમતામાં દિવસે દિવસે ઘટાડો થતો હોવાના કારણે આ વાહનોની જાહેર હરરાજી કરવી યોગ્ય જણાય છે. ત્યારે આ ૬૩ ટૂ-વ્હીલ પૈકી જે વાહન જેમનું હોય તે વાહન માલિક, વાહન ચાલક અથવા વીમા કંપનીને આગામી ૧૦ દિવસમાં વાહન છોડાવી જવા જણાવવામાં આવે છે.