રાજુલાના વિકટર ગામે રહેતા ભીખાભાઈ મેણશીભાઈ મકવાણા (ઉ.વ.૫૨)એ મોટર સાયકલ નંબર જીજે-૧૪-બીબી-૨૪૪૭ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ મોટર સાયકલ લઈને ઘર તરફ આવતા હતા તે સમયે મોટર સાયકલ ચાલક અચાનક સામે આવી જતાં બોલાચાલી થઈ હતી. જેને લઈ આરોપીએ ઉશ્કેરાઈને ગાડીમાંથી નીચે ઉતરી જમણા હાથના કાંડા પર લાકડી મારી હતી. જેથી તેમને ઈજા પહોંચી હતી. તેમજ છરી વડે ડાબા હાથની કોણી પાસે ચરકો કર્યો હતો. આ સમયે તેમને બચાવવા આવેલા તેમના ભાઇને નીચે પછાડી કાંડા પાસે મુંઢ ઈજા કરી નાસી ગયા હતા. મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી.એલ. ગોહિલ વધુ તપાસ કરી રહ્યા છે.






































