વાંકીયા ગામના પાટીયા પાસે વાહનની લાઇટના પ્રકાશથી અંજાઈ જતાં કારચાલકે કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે કાર પીપરના ઝાડ સાથે અથડાઈ હતી. ઘટનામાં એકનું મોત થયું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિને ઇજા પહોંચી હતી. આ ઘટનામાં કારચાલકે ગફલતભરી રીતે ડ્રાઇવિંગ કર્યું હોવાનું સામે આવ્યું હતું. બનાવ અંગે ચલાલામાં જયસુખભાઇ રવજીભાઇ ખુંટ (ઉ.વ.૫૮)એ નવનીતભાઇ દલપતભાઇ દેવમુરારી (ઉ.વ.૪૫) સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપી કારચાલક તેની સ્વિફ્‌ટ ડિઝાયર કાર (નં. GJ ૦૩ CR ૯૧૬૦) હંકારી રહ્યો હતો. રાત્રિના સમયે સામેથી આવતા વાહનની લાઈટના પ્રકાશથી તે અંજાઈ ગયો હતો, જેના કારણે તેણે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો.કાબૂ ગુમાવતા કાર રોડની બાજુમાં આવેલા પીપળાના ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં એકને માથાના ભાગે, છાતીના ભાગે તેમજ બંને પગે ગંભીર ઇજાઓ થતાં તેનું મોત નિપજ્યું હતું. આ ઉપરાંત તેમને મુંઢ ઇજાઓ તેમજ નાની-મોટી ઇજાઓ થઈ હતી. પોલીસે અકસ્માત સર્જીને મોત નિપજાવનાર કારચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.એસ. સરવૈયા વધુ તપાસ કરી રહ્યા છે.