બનાસકાંઠાના વાવ થરાદ ગામે મહિલાની હત્યા કરવામાં આવી છે. ગામના જ શખ્સ દ્વારા હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન છે, સમગ્ર ઘટનામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ હોવાનું પ્રાથમિક અનુમાન છે, મહિલા આંગણવાડીમાં એકલી હતી તે દરમિયાન હત્યા થઈ હોવાની વાત સામે આવી છે.
વાવ થરાદના લાખણી તાલુકાના કેસરસી ગોળિયા ગામે ચૌંકાવનારી ઘટના બની છે જેમાં ધોળા દિવસે મહિલાની હત્યા કરવામાં આવી છે, ગામના શખ્સે જ હત્યા કરી છે પણ કોણ શખ્સ છે તે માહિતી હાલ સામે આવી છે, પોલીસે આસપાસના સીસીટીવી પણ તપાસ માટે લીધા છે, સમગ્ર ઘટનામાં મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.
મહિલાની હત્યા થતા ગામમાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને ગામમાં શોકનો માહોલ છે, ઘટનાની જાણ થતાં જ આગથળા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ગામમાં અમુક શખ્સોની પણ પૂછપરછ શરૂ કરી હતી, આ બનાવ બાદ ગામમાં ભય અને તણાવનું વાતાવરણ સર્જાયું છે. સ્થાનિક લોકોમાં સુરક્ષાને લઈને ચિંતા વધી છે. પોલીસની ટીમે મૃતક મહિલાના પરિવારજનોની પણ પૂછપરછ હાથધરી છે, અંગત અદાવત અથવા તો પ્રેમપ્રકરણમાં હત્યા થઈ હોવાનું અનુમાન છે.






































