રાજુલાના વાવેરા ગામે નવી પ્રાથમિક શાળામાં વોટિંગ કરવા સુરતથી આવેલા યુવકે મતદાનની ગુપ્તતાનો ભંગ કર્યો હતો. યુવકે ફોટો ફેસબુક સ્ટેટ્‌સમાં રાખી વાયરલ કર્યો હતો. જેને લઈ તેની સામે ફરિયાદ નોંધાઈ હતી. મહેશભાઈ કનુભાઈ સાવલીયા (ઉ.વ.ય૩૬)એ હાલ સુરત રહેતા મૂળ વાવેરા ગામના ધાર્મિક વનાભાઈ બારૈયા સામે તેમની જાણ બહાર મતદાન બુથ નંબર ૨માં મોબાઇલ ફોન સાથે પ્રવેશ કરી, મતદાન કરતી વખતે મોબાઇલ ફોનમાં ફોટો પાડી લઇ મતદાન ગુપ્તતાનો ભંગ કરી ફોટો ફેસબુક સ્ટેટસમાં રાખી વાયરલ કર્યાની ફરિયાદ નોંધાવી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના એએસઆઈ એન.બી.સિંધવ વધુ તપાસ કરી રહ્યા છે.