વાવેરા ગામથી બર્બટાણા જવાના રસ્તા પાસેથી વાપીમાં રહેતો મેહુલભાઈ અરજણભાઈ કાતરીયા (ઉ.વ.૨૬) નામનો ઇસમ ફોર વ્હીલ લઇને પસાર થતો હતો ત્યારે તેને અટકાવી તલાશી લેતાં દારૂની ૩ બોટલ મળી આવી હતી. પોલીસે કાર સહિત કુલ મળી રૂ.૪,૦૦,૪૬૫ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રાજુલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પી.વી. પંડ્યા વધુ તપાસ કરી રહ્યા છે. સરકારી પીપળવા ગામેથી ૩ લીટર તથા આસોદર ગામેથી ૨ લીટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો. મીતીયાળા ગામેથી ૨, ચલાલા અને ધારીમાંથી ૧-૧ મળી કુલ ૪ ઈસમો કેફી પીણું પીધેલી હાલતમાં ફરતાં મળી આવ્યા હતા.