રાજુલા અને બગસરામાંથી પોલીસે દારૂની એક એક બોટલ પકડી પાડી હતી. વાવેરા ગામે, ખારી ખેરાળી રોડ ઉપર રેલ્વે ફાટક આગળથી બાઇક લઇને પસાર થતાં યુવકને અટકાવી તલાશી લેતા દારૂની બોટલ મળી હતી. પોલીસે ૧૦,૬૨૬ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જુના ઝાંઝરીયાથી સમઢીયાળા રોડ ઉપર એક યુવક દારૂની બોટલ સાથે પકડાયો હતો.