વાવેરાની પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ અને વૃક્ષારોપણની ઉજવણી કરવામાં આવી હતી. શાળાની આ આયોજિત પ્રવૃત્તિએ શિક્ષણ અને પર્યાવરણ પ્રત્યે ગ્રામ્ય સ્તરે જાગૃતિ ફેલાવવાનો ઉમદા પ્રયાસ કર્યો હતો. નગર નિયોજક પી.વી. પાનસુરિયા (અમરેલી) દ્વારા બાળકોને શાળામાં પ્રવેશ આપીને તેમના નવા શૈક્ષણિક જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી. CRC જિગ્નેશભાઈ ઉપાધ્યાય અને શાળાના આચાર્ય શ્રદ્ધાબેન દવે દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. ગામના સરપંચ અશોકભાઈ સાંખટ તથા અન્ય ગ્રામ્ય અગ્રણીઓ, ચાપરાજભાઈ ધાખડા, દીપુભાઈ એસ. ધાખડા, જે.જે. જાની, કોળી સમાજ અગ્રણી ભીખાભાઈ ચાવડા તેમજ મનસુખભાઈ ગજેરા, અશ્વિન ચુડાસમા, ભાજપા અગ્રણી હરેશભાઈ કાછડ, ગ્રામ પંચાયત બાલાભાઈ કાછડ અને શાળાની એસ.એમ.સી.ના અધ્યક્ષ ભીખુભાઈ ધાખડાએ પણ બાળકોને પ્રોત્સાહન આપ્યું હતું. શિક્ષકો હિતેશભાઈ જીતિયા, રિયાઝ સુરાણી, સંજયભાઈ બારૈયા, રાજુભાઈ ચૌહાણ, મધુભાઈ બોરીચા, દિપાલીબેન સરવૈયા અને પારૂલબેન પટેલે જહેમત ઉઠાવી હતી.







































