ભારતીય હવામાન વિભાગે બંગાળની ખાડીમાં એક નવા ચક્રવાતી તોફાન ‘મોન્થા’ ને લઈને મોટી ચેતવણી જાહેર કરી છે.દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં સર્જાયેલો લો પ્રેશર ઝોન ચક્રવાત મોથામાં પરિવર્તિત થશે, જેની અસર ત્રણ દિવસ સુધી દરિયાકાંઠાના રાજ્યો પર જાવા મળશે. આ સિસ્ટમ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધશે અને ૨૮ ઓકટોબરની સવાર સુધીમાં ચક્રવાતી તોફાનનું રૂપ ધારણ કરશે. ત્યારે ગુજરાતનો દરિયો પણ તોફાની બનવાના અધાણ છે.અરબી સમુદ્રમાં સર્જાયેલા સંભવિત ચક્રવાતી સંકટને પગલે ભારતીય કોસ્ટ ગાર્ડે ગુજરાતના દરિયાકાંઠે ‘’રેડ એલર્ટ’’ જાહેર કર્યું છે. ભારતીય હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખીને, કોસ્ટ ગાર્ડે તમામ માછીમારો અને જહાજાને તાત્કાલિક ધોરણે નજીકના પોર્ટ પર પરત ફરવાનો આદેશ આપ્યો છે. આ સંભવિત ચક્રવાતને કારણે તોફાની પવનો અને ઊંચા મોજાંની શક્્યતાને જાતાં દરિયાકાંઠે ‘’હાઈ એલર્ટ’’ જાહેર કરવામાં આવ્યું છે.કોસ્ટ ગાર્ડે તમામ બોટોને સલામત વિસ્તારોમાં પહોંચી જવા તાકીદ કરી છે અને કોઈપણ સંજાગોમાં દરિયામાં પ્રવેશ ન કરવાની સ્પષ્ટ સૂચના આપી છે. આ ઉપરાંત, કોસ્ટ ગાર્ડની ટીમો પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને જરૂર પડે તો બચાવ કામગીરી માટે તૈયાર છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે, ચક્રવાતી પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠાના વિસ્તારોમાં સલામતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.સ્થાનિક તંત્રે દરિયાકાંઠાના ગામડાઓમાં રહેતા નાગરિકોને સાવચેત રહેવા અને સરકારી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે. ગુજરાતના દરિયાકાંઠે આવેલા જિલ્લાઓ જેમ કે ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં વિશેષ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે માછીમારો અને દરિયાઈ વેપારીઓને તેમની સલામતી માટે તાત્કાલિક નિર્ણયો લેવા જણાવાયું છે. કોસ્ટ ગાર્ડ અને હવામાન વિભાગે નાગરિકોને આગામી ૪૮ કલાક સુધી સતર્ક રહેવા અને દરિયાકાંઠે જવાનું ટાળવા સૂચના આપી છે.છેલ્લા ૨૪ કલાકમાં અમરેલીના રાજુલામાં સૌથી વધુ માં ૯ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. રાજુલાના ધાતરવાડી-૨ ડેમના દરવાજા ખોલાયા છે અને એક સાથે ૧૯ દરવાજા ખોલીને પાણી છોડાયું છે. પાણી છોડાતા નીચાણવાળા ગામને એલર્ટ કરાયા છે.  આગાહી મુજબ, તે ૨૮ ઓકટોબરની સાંજે અથવા રાત્રે આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે કાકીનાડા નજીક લેન્ડફોલ થવાની શક્્યતા છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે ચક્રવાત મોથાના કારણે પવનની ગતિ ૧૧૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. ૨૭ થી ૨૯ ઓકટોબર સુધી રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. શ્રીકાકુલમથી તિરુપતિ સુધીના વિસ્તારોમાં ૧૦૦ મીમી સુધીનો ભારે વરસાદ અને જારદાર પવન ફૂંકાઈ શકે છે.છેલ્લા ૨૪ કલાકમાં ૧૫૨ તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ભાવનગરના મહુવામાં ૭.૬૮ ઈંચ વરસાદ, સિહોર તાલુકામાં વરસ્યો ૫ ઈંચથી વધુ વરસાદ, તાપીના સોનગઢ તાલુકામાં વરસ્યો ૪ ઈંચ વરસાદ, અમરેલીના જાફરાબાદમા વરસ્યો પોણા ચાર ઈંચ વરસાદ રહ્યો. તો ઉના અને ઉમરપાડામાં સાડા ત્રણ ઈંચથી વધુ વરસાદ નોંધાયો. ગુજરાતના  ચાર તાલુકામાં વરસ્યો ત્રણ ઈંચથી વધુ કમોસમી વરસાદ રહ્યો. ૧૧ તાલુકામાં ૨ ઈંચથી વધુ કમોસમી વરસાદ નોંધાયો. ૧૨ તાલુકામાં દોઢ ઈંચથી વધુ અને ૧૩ તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ રહ્યો.