બંગાળની ખાડીમાં આંદામાનના દરિયામાં આજે સવારે સાયકલોનિક સરકયુલેશન જાવા મળ્યું છે અને તે આગામી તારીખ ૬ ના રોજ લો પ્રેશરમાં પરિવર્તિત થશે. ત્યાર પછીના ચોવીસ કલાકમા તે લો પ્રેશરમાં તબદીલ થાય તેવી પ્રબળ સંભાવના હવામાન ખાતુ નીહાળી રહ્યું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાંથી ભેજવાળો પવન ફંકાઇ રહ્યો છે અને તેના કારણે આસામ મેઘાલય નાગાલેન્ડ, મિઝોરમ, જેવા રાયોમાં વરસાદ શ થઈ ગયો છે તો સિસ્ટમની અસરને કારણે કર્ણાટક બેંગાલુ પશ્ચિમ બંગાળ કોસ્ટલ આંધ્ર પ્રદેશ જેવા વિસ્તારોમાં પણ વરસાદ થયો છે.
આ બધા રાજયો ઉપરાંત તમિલનાડુ કેરાલા વિદર્ભ તેલંગાણા મધ્ય મહારાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં પણ તોફાની પવન સાથે વરસાદની શકયતા છે. દક્ષિણના રાયોમાં અને પૂર્વેત્તર રાયોમાં તોફાની પવન ફંકાઇ રહ્યો છે પ્રતિ કલાકના ૪૦થી ૫૦ કિલોમીટરની ઝડપે પવન ફંકાઇ રહ્યો છે અને આગામી ચાર દિવસ દરમિયાન પવનની ગતિ તબક્કાવાર વધીને ૭૦ થી ૮૦ કિલોમીટરની આસપાસ થવાની શકયતા છે. વાવાઝોડું ઉવશે તો તે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ તરફ આગળ વધશે અને તારીખ ૯ અથવા તો ૧૦ ના રોજ અરાકન કોસ્ટ પર ટકરાશે. આગામી ૯૬થી ૧૨૦ કલાક દરમિયાન વાવાઝોડુ ઉવે એવી પ્રબળ સંભાવના છે.’