ઉષ્ણકટિબંધીય વાવાઝોડા તાપાહની અસર હોંગકોંગ અને પડોશી ચીનના કેટલાક ભાગોમાં જાવા મળી રહી છે. ૧૭૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને વરસાદ પડી રહ્યો છે. જાકે, અત્યાર સુધી કોઈ ભૂસ્ખલન કે પૂરના સમાચાર નથી. સલામતીના કારણોસર હોંગકોંગ અને ચીનના શેનઝેન શહેરમાં સોમવારે શાળાઓ બંધ રાખવામાં આવી હતી. ખરાબ હવામાનને કારણે ઘણી ફ્લાઇટ્‌સ પણ રદ કરવામાં આવી હતી. સલામતીના કારણોસર વ્યવસાયિક સંસ્થાઓ પણ બંધ રાખવામાં આવી હતી.ફેરી, બસો અને ટ્રેનો સહિત મોટાભાગની પરિવહન સેવાઓ બંધ કરવામાં આવી છે. શહેરની મેટ્રો રેલ સિસ્ટમ ટૂંકા અંતરાલે કાર્યરત છે. હોંગકોંગના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ટાયફૂન ૮ માટે સિગ્નલ સ્થાનિક સમય અનુસાર ઓછામાં ઓછા ૧૧ વાગ્યા સુધી ચાલુ રહેશે. તે દેશનું ત્રીજું સૌથી મોટું ટાયફૂન છે. શિક્ષણ વિભાગે જણાવ્યું હતું કે જા સિગ્નલ ઓછો થશે, તો વ્યવસાયો ફરી શરૂ થઈ શકે છે, પરંતુ શાળાઓ આખો દિવસ બંધ રહેશે.સોમવારે સવારે, લન્ટાઉ ટાપુ પર શહેરના આંતરરાષ્ટ્રિય એરપોર્ટ નજીક ૧૦૧ કિમી પ્રતિ કલાકની ઝડપે સતત પવન ફૂંકાતા રહ્યા. થોડા સમય માટે, જારદાર પવનની ગતિ ૧૫૧ કિમી પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ. અધિકારીઓએ સવારે ૪ઃ૫૫ વાગ્યે વરસાદની ચેતવણી જારી કરી, જે ત્રણ-સ્તરીય ચેતવણીમાં સૌથી નીચું સ્તર છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે તપહ સ્થાનિક સમય અનુસાર સવારે ૮ઃ૫૦ વાગ્યે ચીનના દક્ષિણ ગુઆંગડોંગ પ્રાંતમાં તૈશાન પહોંચ્યું હતું અને ધીમે ધીમે હોંગકોંગથી દૂર જવાની ધારણા છે.હોંગકોંગના પડોશી ચીની શહેર શેનઝેનમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. વાવાઝોડાના ભયને ધ્યાનમાં રાખીને તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. દક્ષિણ ચીનમાંથી હજારો લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. રવિવાર બપોર સુધીમાં લગભગ ૬૦ હજાર લોકોને સલામત સ્થળોએથી ખસેડવામાં આવ્યા હતા. આ વાવાઝોડાને કારણે ૧૦૦ થી વધુ ફ્લાઇટ્‌સ રદ કરવામાં આવી છે.