ઉના તાલુકામાં શક્તિ વાવાઝોડાની દહેશત વચ્ચે તંત્ર સજ્જ બન્યું છે. તાલુકાના ત્રણ બંદરોની કુલ ૨૧૮ બોટ હજુ દરિયામાં હોવાનું ફિશરીઝ વિભાગે જણાવ્યું છે. જેમાં નવાબંદરની ૯૫, સૈયદ રાજપરની ૯૩ અને સિમર બંદરની ૩૦ બોટનો સમાવેશ થાય છે. તમામ બોટને કાંઠે પરત બોલાવવા વાયરલેસ મેસેજ મોકલાયા છે અને બોટ માલિકોને વોટ્સએપ ગ્રુપ મારફતે પણ જાણ કરી છે. પ્રાંત અધિકારી કે.આર. પરમાર મુજબ સાયક્લોન સેન્ટરો સજ્જ છે અને જરૂર પડ્યે દ્ગડ્ઢઇહ્લ ટીમ પણ તૈયાર રહેશે. વિવિધ વિભાગોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. હાલ દરિયો શાંત છે, છતાં વાવાઝોડાની આગાહીને પગલે તંત્ર સંપૂર્ણ તૈયાર છે.








































