ધારી, બગસરા, ખાંભાના ધારાસભ્ય જે.વી. કાકડીયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને કમોસમી વરસાદ અને વાવાઝોડાથી થયેલ નુકસાનીનો સરવે કરી વળતર આપવા માંગ કરી છે. તેમણે પત્રમાં લખ્યું છે કે, ધારી-બગસરા અને ખાંભા તાલુકામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાથી ખેડૂતોના પાક જેવા કે, તલ, બાજરી, મગ, જુવાર તેમજ ખાંભા અને ધારી તાલુકામાં બાગાયતી પાકમાં આંબાના ઝાડ પડવાથી ખડૂતોને ભારે નુકસાન થયું છે. એટલું જ નહીં વાવાઝોડાથી મકાનોનાં નળિયા, પતરા ઉડવાથી ઘણા નાના માણસોને પણ નુકસાન થયેલ છે તો તાત્કાલિક આ મામલે સરવે કરીને ખેડૂતો યોગ્ય વળતર આપવા રજૂઆત કરી છે.