આર્થિક રીતે નબળા પરિવારો માટે ૧૦ ટકા અનામતની પાત્રતા માટે વાર્ષિક આઠ લાખની આવક મર્યાદા સરકારે નકકી કરેલી તેની સામે સવાલો ઉઠેલા કે જેમની આટલી આવક હોય તે આર્થિક રીતે નબળા કેવી રીતે કહેવાય આ મુદ્દો હાલ સુપ્રિમ કોર્ટમાં છે.ત્યારે અગાઉ પણ સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારને આર્થિક રીતે ગરીબોની ૧૦ ટકા અનામત આઠ લાખની વાર્ષિક આવકનો શું આધાર છે તેવો પ્રશ્ન પૂછી સોગંદનામું રજુ કરવા આદેશ કરેલો જે હજુ સુધી રજુ ન કરતાં સુપ્રિમ કોર્ટે નારાજ થઈ આ મામલે ફરી સ્પષ્ટતા કરવા સોગંદનામું રજુ કરવા આદેશ કર્યો છે.
કોર્ટે વધુમાં કેન્દ્ર સરકારને જણાવ્યું હતું કે જા સરકાર જણાવ્યુ હતું કે જા સરકાર ઉચ્ચ સ્તરીય નીતિ બનાવવા માગે છે તો તેના પર વિચાર કરે અને પછી તેનો અમલ કરે. સુપ્રિમ કોર્ટે આ બારામાં અનેક સવાલ પૂછયા હતા. જેના જવાબમાં સરકારે સોગંદનામું રજુ કરવા માટે થોડો સમય માગ્યો હતો અને કહ્યું હતૂં કે ડ્રાફટ તૈયાર છે. બે-ત્રણ દિવસમાં સોગંદનામું રજુ થઈ જશે.કોર્ટ આ મામલે ૨૮મી ઓકટોબરે ફરી સુનાવણી કરશે.
ઉલ્લેખનીય છે કે જસ્ટીસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેન્ક મેડીકલ પાઠય ક્રમની પરીક્ષા નીટના ઓલ ઈન્ડીયા કોટામાંથી આ વર્ષથી ઓબીસીને ૨૭ ટકા અને આર્થિક રીતે કમજાર વર્ગને ૧૦ ટકા અનામતને પડકાર આપનારી અરજીઓ પર સુનાવણી થઈ રહી છે.ગુરૂવારે સુનાવણી દરમ્યાન કેન્દ્ર સરકાર તરફથી રજુ એએસજી કેએમ નટરાજને કહ્યું હતું કે સિન્હો કમિશનના રીપોર્ટ પર સરકારે વિચાર કર્યો હતો. સુપ્રિમ કોર્ટની પીઠે સામો સવાલ કર્યો હતો કે સિન્હો આયોગે તો કહ્યું હતું કે બીપીએલ આવકવાળા અને ટેકસ સ્લેબથી નીચે આવતા બધા પરિવાર આર્થિક રીતે નબળા વર્ગમાં હોવા જાઈએ.
આ સ્થિતિમાં સરકાર એમ કેવી રીતે કહી શકે કે આઠ લાખની આવકની સીમા સિન્હો આયોગનાં રિપોર્ટનાં આધારે છે જેના જવાબમાં એએસજીએ કહ્યું હતું કે આ નીતિગત મામલો છે તેની વધુ વિગતો ન આપી શકાય મને બતાવાયું છે કે સિન્હો આયોગનો રીપોર્ટ તેનો આધાર છે.જસ્ટીસ ચંદ્રચુડે કહ્યુ હતું કે આપે આ માટે શુ પ્રક્રિયા અપનાવી આપની પાસે વસ્તી, સામાજીક, આર્થિક આંકડા હોવા જાઈએ આપ આમ અચાનક હવામા આઠ લાખની સીમા ન નકકી કરી શકો.