ધન રાશિ
– સ્વાસ્થ્ય: આગામી વર્ષ મિશ્ર ફળદાયી બની રહેશે. શરુઆતથી એપ્રિલ માસ સુધી બહુ સારાં પરિણામો મળી રહેશે. એ પછી પરિણામ થોડું કમજોર બની શકે છે. ખાસ કરીને હૃદય કે છાતીને લગતી સમસ્યા હોય તેઓએ એપ્રિલ પછી વધુ સાવધાની રાખવી જરુરી છે, જૂન પછી એ પરેશાની ઘટતી જશે. પણ ત્યાં સુધી તમારે બહુ સાચવવું પડે. મે-જૂન દરમિયાન સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખવું. આગામી વર્ષ દરમિયાન મધ્યના ગાળા દરમિયાન થોડી સમસ્યા આવે, પરંતુ સંયમ, સમજદારી અને પ્રભુકૃપાથી એ સમસ્યા જલ્દી દૂર થઇ જશે.
– પરિવાર: પારિવારિક બાબતમાં ફેબ્રુઆરીથી એપ્રિલનો સમયગાળો સારો રહેશે, પછીના સમયમાં થોડી પરેશાનીઓ આવી શકે છે. ખાસ કરીને એપ્રિલથી જૂન દરમિયાન પરિસ્થિતિ થોડી બગડી શકે છે, તે વખતે તમારે સંભાળી લેવું જરુરી બની રહેશે. એ પછી સમસ્યા થોડી મોટી થઇ શકે છે. પણ, એકંદરે આખા વર્ષ દરમિયાન પારિવારિક મામલામાં કોઇપણ બેદરકારી રાખવી હિતાવહ નથી, નહીંતર કોઇ મુસીબતનો ભોગ બની શકો છો.
– કારકિર્દી: કારકિર્દી બાબતમાં મિશ્ર પરિણામ મળી શકે છે. નાની-મોટી કઠિનાઇઓને અંતે તમે તમારા લક્ષ્ય સુધી પહોંચી શકશો. આ સમયગાળા દરમિયાન તમારા નોકરી-ધંધામાં પ્રમોશનની શક્યતા જણાય છે. માર્ચ માસ પછી થોડી કઠિનાઇઓ વધી શકે છે, તેમાં જો તમે ઈમાનદારીથી કામ કરશો તો નોકરી સુરક્ષિત રાખી શકશો. વર્ષ દરમિયાન કઠિનાઇઓનો સામનો કરવો પડશે, પરંતુ પરિણામ તમારા પક્ષમાં આવતું જણાશે.
– પ્રેમ: સામાન્ય રીતે પ્રેમસંબંધ માટે આગામી વર્ષ સારું રહેશે. જો કે, શરુઆતથી ત્રણ-ચાર માસ પ્રેમ પ્રકરણમાં ખૂબ સાચવવાની જરુર જણાય છે, એ પછી પ્રેમમાં સારાં પરિણામો મળતાં જણાશે. નાના-મોટા વિવાદમાં લવ પાર્ટનરને સમજવાની કોશિશ કરવી જરુરી બનશે, એને મનાવવાની કોશિશ કરવી પણ વિવાદ વધારવો નહીં. એ પછીના ગાળામાં તમારો પાર્ટનર તમારી સાથે બહુ સમજદારીથી રહેશે, જેથી લવ લાઇફમાં ઘણું સારું પરિણામ મેળવી શકશો.
– નાણાં: વર્ષની શરુઆતથી મે માસ સુધીમાં શક્ય તેટલી બચત કરી શકશો. જુલાઇ સુધીમાં તમે તમારું આર્થિક પાસું વધુ મજબૂત કરી શકશો તેમજ બચતના નાણાંનો સરખો ઉપયોગ કરી શકશો. સપ્ટેમ્બર પછી થોડી નાણાંભીડ જણાશે, પણ જો તમે આયોજનથી ચાલશો તો તેને પણ પહોંચી વળશો. નવેમ્બર પછી સારી આર્થિક પ્રગતિ કરી શકશો. કોઇને ક્યારેય ઉછીના રુપિયા આપવાની ભૂલ ના કરતા, નહીંતર રુપિયા તો ગુમાવશો અને તમારે પણ હેરાન થવાનો વારો આવી શકે છે. માટે વ્યાજે રુપિયા આપવાના ચક્કરમાં કે ઉછીના રુપિયા આપવાની જફામાં પડશો નહીં.
– શુભ દિવસ: ગુરુ
– શુભ અંક: ૩
– શુભ રંગ: પીળો
– ઉપાય: (૧) નિયમિત મંદિર જાવ. (૨) સાધુ-સંતોને દાન-પુણ્ય કરો.
મકર રાશિ
– સ્વાસ્થ્ય: ગત વર્ષની સરખામણીમાં આગામી વર્ષ સારું પરિણામ આપશે. ખાસ કરીને એપ્રિલ પછી તમારા સ્વાસ્થ્યમાં વધુ સુધારો થતાં સ્વાસ્થ્ય વધુ સારું બની રહેશે. જો કે, તમારે ખાણી-પીણીમાં પૂરતું ધ્યાન આપવું પડશે. કેમ કે, જૂન પછી તમારી ખાણી-પીણી અસંયમિત થઇ શકે છે. જેના કારણે સ્વાસ્થ્યને અસર પડી શકે છે. વર્ષ દરમિયાન સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ વચ્ચે વચ્ચે નાની-નાની સમસ્યા આવતી રહેશે. એમાં જો તમે સાચવશો તો વાંધો નહીં આવે. જેમને મોંઢુ, ગુપ્તાંગ, છાતી, પેટની સમસ્યા અગાઉથી હોય તેઓએ આગામી વર્ષમાં પણ સાચવવું પડશે.
– પરિવાર: પારિવારિક મામલામાં આગામી વર્ષમાં સારા પરિણામ મેળવી શકશો. એપ્રિલ સુધીમાં પારિવારિક અનુકૂળતાનો ગ્રાફ વધશે. પણ, જૂન પછી થોડી-ઘણી ગેરસમજ સર્જાઇ શકે છે. અંદરોઅંદરની સમજમાં બધા અસમર્થ હોવાથી થોડો-ઘણો મતભેદ જોવા મળી શકે છે. જોકે, એમાં કોઇ મોટી સમસ્યા નહીં આવે. પરંતુ જૂની અને જટિલ સમસ્યાઓ ધીમે ધીમે દૂર થવા લાગશે. ભૂતકાળની પારિવારિક સમસ્યાઓ દૂર થશે અને આગામી દિવસોમાં પરિવારમાં આનંદનો માહોલ બની રહેશે.
– કારકિર્દી: આગામી વર્ષ દરમિયાન કારકિર્દીમાં સારાં પરિણામો મળી શકશે. નોકરીમાં માર્ચ માસ પછી સારાં પરિણામો મળી શકશે. જો તમે નોકરીમાં પરિવર્તન ઇચ્છતા હશો તો માર્ચ પછીનો સમય સારો છે. મે માસ સુધીમાં સહકર્મીઓ સાથે સંબંધ સુધરતાં, ખુશીમાં વૃદ્ધિ થશે. જેની અસર નોકરી પર પડ્યા વિના નહીં રહે. મે પછી તમારે વધુ પરિશ્રમ કરવો પડે, જો કે, તે માટે તમે અનુકૂળ બની શકશો. કોઇ મોટી પરેશાનીનો યોગ નથી પરંતુ તમારે કેટલાક વિરોધીઓનો સામનો કરવો પડી શકે છે. તેને પણ તમે કુનેહથી હલ કરી શકશો.
– પ્રેમ: પ્રેમસંબંધ બાબતે જાન્યુઆરીથી માર્ચ સુધીનો સમય સારું પરિણામ આપશે. તે પછી મે સુધીનો સમયગાળો વધુ અનુકૂળ બની રહેશે. જો કે જુલાઇ પછી નાની-નાની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તમે થોડા જીદ્દી બનતા જશો, જેની નકારાત્મક અસર તમારા પ્રેમસંબંધ પર પડશે. એવામાં તમારે તમારો સ્વભાવ બદલીને રહેવું પડશે. આવે વખતે કર્મ અને નસીબના સંગમથી પ્રેમસંબંધ આનંદિત બની રહેશે.
– નાણાં: આગામી વર્ષની શરુઆતથી મે માસ સુધી આર્થિક લાભ સારો મળી રહેશે. તમે ઇચ્છશો તો સારી એવી બચત પણ કરી શકશો. પણ કોઇને વ્યાજે કે ઉછીના રુપિયા આપતાં પહેલાં સો વાર વિચાર કરશો. નહિતર એ રુપિયા પરત લેવા મુશ્કેલ બની શકે છે. વર્ષાન્તે બચતનું સારું રોકાણ કરી શકશો. જો કે, રોકાણમાં પણ પૂરતી સાવધાની રાખવી જરુરી બની રહેશે.
– શુભ દિવસ: શનિ
– શુભ અંક: ૩ – ૪ – ૯
– શુભ રંગ:પીળો, શ્વેત
– ઉપાય: (૧) શનિવારે સૂર્યાસ્ત બાદ શનિપાઠ કરો.
કુંભ રાશિ
– સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય બાબતે આગામી વર્ષ મિશ્ર ફળદાયી કે ક્યારેક કમજોર બની રહે. વર્ષની શરુઆતથી માર્ચ સુધીમાં કોઇ મોટું નુકસાન કે સમસ્યા નહીં આવે. પણ માર્ચ પછી નાની-મોટી ઘણી સમસ્યા આવી શકે છે. ખાસ કરીને પેટ, મગજ, મન-મસ્તક સંબંધી સમસ્યા ઉદભવી શકે છે. જો કે, યોગાનુસાર તેમાંથી તમને રક્ષણ મળી રહેશે. પણ સ્વાસ્થ્ય સાચવણી માટે તમારે ચાંપતા ઉપાય તો કરવા જ પડશે. મે-જૂન પછી ઉપરોક્ત બધી સમસ્યાઓમાંથી ક્રમશ મુક્તિ મળતી જણાશે. જો કે, સ્વાસ્થ્ય બાબતે આખા વર્ષ દરમિયાન સાવચેતી તો રાખવી જ પડશે. એમાંય ડોક્ટરી સારવાર કે નિદાનમાં વિલંબ ના કરવો, નહીતર પીડા-ઉપાધિ વધી શકે છે.
– પરિવાર: આગામી વર્ષની શરુઆતથી મે માસ સુધીમાં પરિવારમાં અશાંતિ જોવા મળી શકે છે. એકબીજા પર શક-સંશય, ગેરવર્તન થઇ શકે છે. આવા કારણસર પારિવારિક જીવન કમજોર બની શકે છે, જેમાં મે માસ પછી સુધારો આવી શકે છે. આ બાબતે આગામી વર્ષ દરમિયાન મિશ્ર પરિણામ જોવા મળે, જેથી તમારે પરિવારના નાના-મોટા દરેક સભ્ય સાથે કળથી કામ લેવું. એ માટે દરેક સાથે કામ પૂરતું બોલવું, સાચવીને વર્તવું-રહેવું અનિવાર્ય બને છે. કારણ વગરના વિવાદમાં ન ઉતરવું, શક્ય હોય તો વિવાદને ટાળી પરિવારને અનુકૂળ નિર્ણયો લેવા. થોડું-ઘણું જતું કરવાની ભાવના રાખી આગળ વધવું આપના માટે હિતાવહ બની રહેશે.
– કારકિર્દી: આગામી વર્ષ દરમિયાન હાલની માફક જ નોકરી કે ધંધો ચાલતો રહેશે. તેમાં તમને તમારી મહેનત પ્રમાણે તેનું પરિણામ મળતું રહેશે. પરંતુ, એપ્રિલ માસ પછી કામકાજ પ્રત્યે તમારે વધુ કાળજી રાખવી જરુરી બની રહેશે. જેથી કોઇ સમસ્યા ઊભી ના થાય. તમારી વાત-ચીતની પદ્ધતિમાં થોડે અંશે ફેરફાર કરશો તો ઉપરી અધિકારી અને સહકર્મીઓ સાથે સારા સંબંધની સાથોસાથ મનમેળ બનાવી શકશો. એ માટે નાની-નાની વાતોને ધ્યાને રાખીને આગળ વધશો. જો તમે નોકરીમાં પરિવર્તન ઇચ્છતા હશો તો તે પણ શક્ય બનશે, પરંતુ નવી જગાએ કામ વધુ આવી શકે તેમ છે.
– પ્રેમ: પ્રેમસંબંધમાં સારા પરિણામ મળી શકશે. જો કે, મે માસ પછી બંને પાત્ર વચ્ચે થોડો મતભેદ કે મનભેદ જોવા મળી શકે છે. માટે આ ગાળા દરમિયાન કોઇ એવી હરકત ન કરવી કે જેથી સામા પાત્રના મનમાં શંકા-કુશંકા ઊભી થાય. ઓગસ્ટ પછી તમારા સંબંધો સુધરતા આનંદમય જીવન જીવી શકશો. પ્રેમસંબંધ બાબતે આગામી વર્ષ સામાન્ય કે સામાન્ય કરતાં થોડું સારું વીતી શકે છે. બંને જણે એકમેકના વિશ્વાસ જીતવાના પૂરતા પ્રયાસ કરવા પડશે અને બંનેએ એકમેકના વફાદાર રહેવું પડશે.
– નાણાં: આગામી વર્ષની શરુઆતથી માર્ચ માસ સુધીના ગાળા દરમિયાન નાણાં બાબતે સામાન્ય પરિણામ મળી શકે. પરંતુ એપ્રિલ પછી તમારી આર્થિક સ્થિતિમાં થોડી-ઘણી વૃદ્ધિ થઇ શકે. જો કે, બચતની બાબતમાં આગામી વર્ષ નબળું સાબિત થઇ શકે છે. આ વર્ષે બચત કરવી તમારા માટે કઠિન બની રહેશે. એટલે, આગામી વર્ષ આવકની દ્રષ્ટિએ સારું રહેશે, પણ બચતની દ્રષ્ટિએ કમજોર રહેશે. એટલે આર્થિક બાબતે આ વર્ષે તમને એવરેજ પરિણામ મળશે.
– શુભ દિવસ: શનિ
– શુભ અંક:૩ – ૫
– શુભ રંગ: કેસરી
– ઉપાય: (૧) અનાથ-વિકલાંગજનોની સંસ્થામાં દાન કરો. (૨) ગરીબ વર્ગને સહાય કરો.
મીન રાશિ
– સ્વાસ્થ્ય: આગામી વર્ષ દરમિયાન સ્વાસ્થ્ય બાબતે પૂરતી તકેદારી રાખવી પડશે. તમારી શારીરિક પ્રકૃતિ અનુસાર ખાવા-પીવાનું અપનાવવું પડશે. મે માસ સુધીનો સમય સ્વાસ્થ્ય માટે સારો નથી, તેથી આ ગાળા દરમિયાન બહારની ખાણી-પીણી સાવ ટાળવી. જો તમને પહેલાંથી જ ગેસ, અપચો રહેતો હોય તો તમારે તેની સારવાર કરાવવી જરુરી બની રહે છે. વર્ષ દરમિયાન તમારા ખાવા-પીવામાં અસંતુલન જોવા મળી શકે છે. તમને કમર, ઘૂંટણ કે હાથ-પગની સમસ્યાઓ પજવી શકે છે, તેના ઉપચાર કરવાથી સારું રહેશે. એ માટે તમારે યોગ કે કસરતની મદદ લેવી પડશે. પોતાને ઊર્જાવાન બનવવાના તમામ ઉપાય કરવા પડશે.
– પરિવાર: વર્ષની શરુઆતથી માર્ચ સુધીના સમયમાં પારિવારિક સંબંધો કમજોર બનેલા જોવા મળી શકે છે. એ પછીના સમયમાં ધીમે ધીમે સમસ્યાઓ હલ થતા સંબંધો સુધરી શકશે, અને પારિવારિક સંબંધો વધુ સારા બની રહેશે. જો કે, એ માટે પરિવારના દરેક સભ્યએ સારું વર્તન દાખવવું પડશે. મે માસ પછી પરિવારમાં થોડી અસ્વસ્થતા જોવા મળી શકે છે, તેથી તમારે ઘણું જતું કરી, પરિવારમાં વધુ રસપૂર્વક ધ્યાન આપી પરિવારના દરેક સભ્યના દિલ જીતવાં પડશે. ને તો જ પારિવારિક જીવનમાં સંતુલન બનાવી શકશો.
– કારકિર્દી: આગામી વર્ષની શરુઆતથી મે માસ સુધી તમે તમારા નોકરી-ધંધાથી અસંતુષ્ટ રહેશો, પરંતુ જૂન પછી તમને તમારા નોકરી-ધંધામાં સંતોષ મળતો જણાશે. જો કે, નોકરી-ધંધાના સ્થળના સહકર્મીઓ અને ઓફિસનું વાતાવરણ તમને અનુકૂળ નહીં આવે કે ઓછું અનુકૂળ આવશે. ઓફિસનું રાજકારણ તમારા મનને અકળાવી મુકનારું બનશે, સહકર્મીઓનો સ્વભાવ વિચિત્ર હશે. જો કે, તેમાં તમારે શાંત ચિત્તે અને ધીરજપૂર્વક સંતુલન જાળવી રાખી સૌની સાથે કામ પાર પાડવું પડશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં ઝંપલાવશો, તો તેમાં પણ તમને સફળતા મળવાની શક્યતાઓ જણાય છે.
– પ્રેમ: આગામી વર્ષની શરુઆતથી જૂન માસ સુધી પ્રેમસંબંધમાં કોઇ મોટી તકલીફ નહીં આવે, પરંતુ નાની-મોટી ગેરસમજ આવી શકે છે. તેને તમે બંને પોતાની સમજદારીથી દૂર કરી શકશો અને પ્રેમસંબંધનો આનંદ ઉઠાવી શકશો. તમે તમારા સ્વભાવ, કર્મ અને પ્રયાસ મુજબ લવ લાઇફનું પરિણામ મેળવી શકશો. વર્ષ દરમિયાન એકંદરે પ્રેમસંબંધો સારા રહેશે, થોડી-ઘણી મુશ્કેલીઓ આવશે પણ તેને તમે બંને મળીને સમજદારીપૂર્વક દૂર કરી શકશો. જો કે બંને વ્યક્તિએ સંબંધમાં પારદર્શિતા જાળવી રાખવી અનિવાર્ય બની રહેશે.
– નાણાં: આગામી વર્ષની શરુઆતથી એપ્રિલ માસ સુધીનો સમય જોઇએ તેટલો સારો જણાતો નથી. એપ્રિલના બીજા વીકથી સમય સુધરતો જતાં તમારી આર્થિક સ્થિતિ પણ સુધરતી જણાશે. આગામી વર્ષ દરમિયાન તમારા પગારમાં સરખો વધારો મળતાં, તમારી આર્થિક દશા મજબૂત થતી જોવા મળશે. તમને તમારી મહેનતના પ્રમાણમાં ૧૦૦ ટકા નહીં, પણ ૭૦-૭૫ લાભ મળી શકશે. નોકરી ઉપરાંત, પાર્ટટાઇમ તમને આવડતાં બીજાં કોઇ કામકાજથી પણ આવક મેળવી શકશો. ‘ટીપે ટીપે સરોવર ભરાય’ ની વૃત્તિથી કામ કરશો, તો સારી આવક મેળવવાની સાથોસાથ સારી બચત પણ કરી શકશો.
– શુભ દિવસ: ગુરુ
– શુભ અંક: ૦ – ૯
– શુભ રંગ:શ્વેત
– ઉપાય: (૧) ઈષ્ટદેવનું સ્મરણ કરી મંત્ર, જાપ, ધ્યાન કરો. (૨) વડીલોની આજ્ઞાનું પાલન કરો.