– સ્વાસ્થ્ય  સ્વાસ્થ્ય બાબતે આગામી વર્ષમાં જરા પણ બેદરકારી ચાલશે નહીં. માર્ચ માસ સુધી તમારામાં આળસનો ભાવ આવી શકે છે. ક્યારેક શરીરનો કે સાંધાનો દુઃખાવો થઇ શકે છે. એમાંય મે માસ પછી સ્વાસ્થ્ય બાબતે વધારે સાચવવું પડશે. ખાસ કરીને પેટની સમસ્યા, માથાનો દુઃખાવો કે ચિત્તભ્રમની તકલીફ થઇ શકે. તમારી ખાણી-પીણી પણ અસંયમિત રહી શકવાથી ગેસ, અપચોની સમસ્યા થઇ શકે, તેનાથી સાચવવું જરુરી બની રહે છે.
– પરિવાર આગામી વર્ષમાં મે માસ સુધી વચ્ચે વચ્ચેના સમયમાં પારિવારિક પરેશાનીઓ આવી શકે છે. જેમાં ઘરના સભ્ય સાથે અણબનાવ કે અસંમજસ જોવા મળી શકે છે, પરંતુ એ સમસ્યા જલ્દી ઠીક થઇ જશે. ક્યારેક વડીલોનો ઠપકો સાંભળવો પડે તો સાંભળી લેજો. વર્ષ દરમિયાન કોઇપણ પ્રકારની બેદરકારી ચાલી શકશે નહીં, જો કે કોઇ મોટી પરેશાની સતાવશે નહીં. વર્ષ દરમિયાન થોડો સમય સારો તો થોડો સમય ખરાબ નિવડી શકે છે. એટલે તમારા કર્મો મુજબ પારિવારિક જીવન ફળ આપશે.
– કારકિર્દી કારકિર્દી બાબતમાં મિશ્ર પરિણામ મળી શકે છે. નાની-મોટી કઠિનાઇઓને અંતે તમે તમારા લક્ષ્ય સુધી પહોંચી શકશો. આ સમયગાળા દરમિયાન તમારા નોકરી-ધંધામાં પ્રમોશનની શક્યતા જણાય છે. માર્ચ માસ પછી થોડી કઠિનાઇઓ વધી શકે છે, તેમાં જો તમે ઈમાનદારીથી કામ કરશો તો નોકરી સુરક્ષિત રાખી શકશો. વર્ષ દરમિયાન કઠિનાઇઓનો સામનો કરવો પડશે, પરંતુ પરિણામ તમારા પક્ષમાં આવતું જણાશે.
– પ્રેમ પ્રેમની બાબતમાં આગામી વર્ષ મિશ્ર ફળ આપનારું બની રહેશે. માર્ચ સુધી સાચો પ્રેમ કરનારાને કોઇ તકલીફ નહીં આવે, પરંતુ છળકપટ કરનારાને તકલીફ આવી શકે છે. મે માસ પછી પરસ્પર ગેરસમજ થઇ શકે છે, તેથી વિશ્વસનીયતા જાળવી રાખવી જરૂરી રહેશે. એ માટે એકમેકને વફાદાર રહેશો તો વાંધો નહીં આવે, નહીંતર પ્રેમમાં ભંગાણ પડી શકે છે. જો તમે પ્રેમના નામે વહેમમાં હશો, તો તેના માઠા ફળ ચાખવાનો વારો આવી શકે છે, માટે તમે તમારા પાર્ટનરને સારી રીતે ઓળખ્યા પછી જ પ્રેમમાં પડજો.
– નાણાં આવકના દ્રષ્ટિકોણથી આગામી વર્ષ સામાન્ય રીતે સારું રહી શકે છે, એમાંય મે માસ સુધી બચત કરવાના સારા યોગ જણાય છે. સાથોસાથ બચતનાં નાણાંને સુરક્ષિત પણ કરી શકશો. પરિણામે તમારું આર્થિક પાસું વધારે મજબૂત બની શકશે. આવકનો સ્ત્રોત મજબૂત રહેશે અને તમારા કામ દરમિયાન સંપૂર્ણ આર્થિક સમસ્યાઓ દૂર થઇ શકશે. માર્ચ પછી ધીમે-ધીમે શરુ થઇ મે માસ સુધીમાં તમારી બધી આર્થિક સમસ્યાઓ ક્રમશ દૂર થવા લાગશે. પાછલા વર્ષ કરતાં આગામી વર્ષ ઘણું સારું સાબિત થઇ શકે છે. જો કે, ક્યારેક નાની-નાની મુશ્કેલી જોવા મળશે છતાં તમને તમારા કર્મ મુજબ આર્થિક લાભ મળતો રહેશે.
– શુભ દિવસ ઃ રવિ
– શુભ અંક ઃ ૭
– શુભ રંગ ઃ શ્વેત
– ઉપાય ઃ (૧) સૂર્યને જળાભિષેક કરો. (૨) ગાયત્રી મંત્રનો જાપ કરો. (૩) પિતાની સેવા કરો.

– સ્વાસ્થ્ય ઃ સ્વાસ્થ્ય બાબતે આગામી વર્ષની શરુઆતથી મે માસ દરમિયાન સ્વાસ્થ્ય સારું ન રહી શકે. મે માસ પછી ગ્રહયોગો બદલાતાં પહેલાંની સરખામણીએ સ્વાસ્થ્ય સુધરતું જણાય. ગત વર્ષથી શરુ થયેલી સ્વાસ્થ્ય સમસ્યા આ વર્ષ દરમિયાન ઘણી સારી થતી જોવા મળશે. કમર કે કમરની નીચેના ભાગમાં કોઇ તકલીફ હોય તો બેદરકારી ન રાખવી. જો કે, એવી સમસ્યા ફરીથી ન ઉદભવે તે માટે ખાણી-પીણી, યોગ-કસરતમાં ધ્યાન આપવું જરુરી બની રહે છે.
– પરિવાર ઃ આગામી વર્ષમાં કોઇ પારિવારિક સમસ્યા ઉદભવતી જણાતી નથી. પણ જો કોઇ પારિવારિક સમસ્યા આવતી જણાય તો તેને મોટી ન થવા દેતાં સૌ સાથે મળીને પરિસ્થિતિ વકરતાં પહેલાં તેનું સમાધાન લાવી દેવું. આગામી માર્ચ માસ પછી થોડી થોડી પરેશાનીઓ વધવા પામી શકે છે, જેને પરિવારના સહયોગથી દૂર કરી શકશો. એમાં ય જો કોઇ પારિવારિક કામ તમારા ફાળે આવે તો તેને તરત જ પૂરું કરી લેવાથી મુશ્કેલીઓમાં વધારો થતો અટકશે. એટલે કે, તમારા કામ તમારે સમયસર પૂરાં કરી લેવાં, જેથી કોઇ સમસ્યા ઉદ્‌ભવે જ નહીં. સાથોસાથ અયોગ્ય ખર્ચાથી બચીને રહેજો.
– કારકિર્દી ઃ વર્ષ દરમિયાન થોડી-ઘણી સમસ્યાઓને અંતે પણ ઉન્નતિના માર્ગ તમારા માટે ખુલતાં જણાશે. વર્ષની શરુઆતથી એપ્રિલ માસ સુધીમાં તમારી નોકરીની મજબૂતાઇ વધતી જણાશે, જો કે એ માટે તમે પૂરતો પરિશ્રમ કરશો તો તમારું કામ બનતું જણાશે. ઉપરી અધિકારીઓ તમારા કામથી પ્રસન્ન થશે. કંપનીનું સામર્થ્ય અને તમારી મહેનત મુજબ તમારી બઢતી શક્ય બની રહે. તમને ક્યારેક નાની-નાની નોકરીઓને અંતે લાંબી તરશ્ચર્યા પછી સારી નોકરી મળી શકે, માટે નોકરીના કિસ્સામાં પાછીપાની ના કરતા કે હિંમત ના હારતા.
– પ્રેમ ઃ પ્રેમની બાબતમાં પ્રેમલગ્ન કરવાની ઈચ્છા ધરાવતાં લોકોની ઇચ્છા માર્ચ માસ પછી પૂર્ણ થતી જણાય. જો તમારો પ્રેમ સાચો હશે અને તેને લગ્નમાં ફેરવવા માગતા હશો તો તે શક્ય બની શકશે. જો કે, પ્રેમના નામે ટાઇમપાસ કરનારાઓ માટે સમય બિલકુલ સારો નથી. કેટલાંકને પ્રેમમાં સફળતા તો કેટલાંકને પ્રેમમાં નિષ્ફળતા મળી શકે છે. આ રીતે પ્રેમ એ મિશ્ર પરિણામ આપનારો બની રહેશે. તમે પ્રેમમાં તો કદાચ સફળ નીવડશો, પરંતુ પ્રેમલગ્નમાં તમને ધારી સફળતા મળે તેમ જણાતું નથી માટે પ્રેમલગ્ન કરતાં પહેલાં અનેકવાર વિચારીને લગ્નનું પગલું ભરજો.
– નાણાં ઃ વર્ષ દરમિયાન તમે તમારી મહેનત અને આવડત અનુસાર આર્થિક પ્રગતિ કરી શકશો. તમે વેપાર-ધંધા-નોકરીમાં જેટલું સારું પ્રદાન કરશો, તેટલો તમને સારો આર્થિક લાભ મળશે અને બચત પણ કરી શકશો. વર્ષની શરુઆતથી માંડી મે માસ સુધીમાં પૈસા મેળવવાની અનુકૂળતા બની રહેશે. એ પછી જુલાઇ સુધીમાં તમે સારી એવી બચત પણ કરી શકશો. વર્ષ દરમિયાન અનુકૂળ પરિણામ મેળવી શકશો.
– શુભ દિવસ ઃ બુધ
– શુભ અંક ઃ ૧ – ૬ – ૭
– શુભ રંગ ઃ મરુન
– ઉપાય ઃ (૧) વૃક્ષારોપણ કરો. (૨) બાળાશ્રમમાં દાન-પુણ્ય કરો. (૩) લીલા ફળ, કપડાં કે શાકભાજીનું દાન કરો.

– સ્વાસ્થ્ય ઃ આગામી વર્ષ મિશ્ર પરિણામ આપનારું નિવડતાં, ગત વર્ષ કરતાં સારું બની રહેશે. શરુથી માંડી મે માસ સુધીના ગાળામાં પેટ-મોંઢા સંબંધી કોઇ તકલીફ આવી શકે છે. શરુઆતમાં સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખવું જરુરી છે, પછી ધીમે ધીમે બધું ઠીક થતું જશે. જો કે, વર્ષ દરમિયાન નાની-નાની તકલીફો તો આવતી જ રહેશે. પણ એના નિવારણમાં ધ્યાન આપશો તો એ તકલીફ મોટું રુપ ધારણ નહીં કરે.
– પરિવાર ઃ વર્ષની શરુઆતથી માંડીને માર્ચ માસ સુધી પારિવારિક જીવન ઠીક ન રહી શકે, પરિવાર સાથે મતભેદ થઇ શકે છે. તમારી વાતચીતની પદ્ધતિ મંદ પડતા પરિવારને તમારી વાતો ન ગમે એવું પણ બને. સામેવાળી વ્યક્તિ તમારી વાતનો અવળો મતલબ કાઢે, તેથી માર્ચ માસ સુધી વાતચીત કરવાની જ ઓછી રાખશો. જે વાતચીત કરો તે સમજી-વિચારી-સન્માન સાથે કરશો. માર્ચ પછી પારિવારિક મામલો ધીમે ધીમે અનુકૂળ થતાં, ધીરે ધીરે બધું ઠીક થતું જશે. જૂન પછી પરિવારનો સહયોગ વધતાં, મોટી પરેશાનીનો કોઇ યોગ બનવા જ નહીં પામે.
– કારકિર્દી ઃ જો તમે નોકરી-ધંધામાં બદલાવ લાવવાનું વિચારતા હોવ તો જૂન માસ પછી બદલાવ લાવવાનું વિચારજો. જૂન સુધી નોકરી-ધંધામાં થોડી-ઘણી મુશ્કેલીઓ પણ આવશે, જો એને સહન કરીને આટલો સમય કાઢી નાખશો તો એ પછી તમને સારો નોકરી-ધંધો મળવાની પૂરી શક્યતા છે. એટલે જૂન સુધી હાલની નોકરી
આભાર – નિહારીકા રવિયા જાળવી રાખવી હિતાવહ છે. આ દરમિયાન સહકર્મીઓ કે વિરોધીઓ તમને પરેશાન કરી શકે છે, પણ તેનાથી ડર્યા કે ડગ્યા વિના આ સમયગાળો સાચવી રાખશો. જૂન પછી તમારો સારો સમય આવતા તમને પ્રમોશન, બદલાવ કે ઉન્નતિ મળી રહેશે.
– પ્રેમ ઃ શરુઆતથી માંડી એપ્રિલ માસ સુધી પ્રેમમાં નીરસતાનો ભાવ આવી શકે છે, જેથી લવ લાઇફમાં જોઇએ તેવી મજા નહીં આવે. એકબીજા માટે ખેંચ-તાણનો ભાવ રહી શકે છે, એટલે એકબીજામાં ખોડ કાઢવાને બદલે સારા ગુણને જોઇને આગળ વધશો તો જૂની પરેશાનીઓ આપોઆપ દૂર થતી જણાશે. એટલે આગામી વર્ષ પ્રેમમાં મિશ્ર ફળ આપનારું બની રહેશે. તમે માત્ર કરવા ખાતર પ્રેમ કરી કોઇની સાથે ભૂલથી પણ બેવફાઇ ના થઇ જાય તેનું પૂરતું ધ્યાન રાખીને પછી જ પ્રેમસંબંધ બાંધજો.
– નાણાં ઃ ફેબ્રુઆરી સુધી થોડી ઘણી આર્થિક ખેંચનો સામનો કરવો પડશે, એ પછી આર્તિક સ્થિતિ સુધરતાં આર્થિક મજબૂતીમાં વધારો જોવા મળશે. જુલાઇ સુધીમાં કરેલી બચતને જતનપૂર્વક સંભાળીને રાખશો, નહિતર વપરાઇ જવાની શક્યતા છે. કોઇ મોટા રોકાણમાં ના પડવાની સલાહ છે. પૈસાને સુરક્ષિત રાખી, નકામા ખર્ચાને ટાળવા હિતાવહ છે.
– શુભ દિવસ ઃ શુક્ર
– શુભ અંક ઃ ૮ – ૧૦
– શુભ રંગ ઃ ભૂરો
– ઉપાય ઃ (૧) મા લક્ષ્મીની પૂજા-આરાધના કરો. (૨) મહિલાશ્રમમાં દાન-પુણ્ય કરો. (૩) અત્તર કે પરફ્યુમ લગાવો.

– સ્વાસ્થ્ય ઃ આગામી વર્ષ મિશ્ર ફળદાયી બની રહેશે. એપ્રિલ માસ સુધીનો સમય સારો ન રહે. જેમને છાતી, ઘૂંટણ, કમર, માથાની સમસ્યા હોય તેઓએ ફેબ્રુઆરીથી મે માસ દરમિયાન સાચવવું જરુરી છે, સારવારમાં જાગૃતિ લાવવી. એ પછીનો સમય જૂના રોગોને દૂર કરવામાં અને સ્વસ્થ રહેવામાં મદદરુપ બનશે, જો કે જાગરુકતા જરુરી છે.
– પરિવાર ઃ વર્ષની શરુઆતથી મે માસ સુધી પારિવારિક સંબંધો સારા બની રહેશે. મે માસ પછી પારિવારિક સંબંધોમાં થોડી કમજોરી આવી શકે છે, જેથી અગાઉ જેવાં પરિણામો મેળવવામાં અસમર્થ બનશો. આ દરમિયાન પરિવાર વચ્ચે અસંતુલન કે અસંતોષ જોવા મળી શકે. ઓગસ્ટ પછી પારિવારિક સમસ્યાઓ દૂર થઇ શકશે, એ પછી જૂની સમસ્યાઓમાંથી રાહતનો શ્વાસ લઇ શકશો, એ પછી પારિવારિક સહયોગમાં વૃદ્ધિ જોવા મળશે. તમે ક્યારેક પરિવારના સભ્યોના અવિશ્વાસ પાત્ર બની શકો છો, માટે પરિવારના તમામ સભ્યોને વિશ્વાસમાં લઇને જ કામકાજ કરજો.
– કારકિર્દી ઃ આગામી વર્ષ દરમિયાન થોડું સારું તો થોડું નરસું ફળ મળી શકે છે. એપ્રિલ માસ સુધી નોકરીમાં થોડી અસંતુષ્ટિ રહી શકે છે. એ પછી સંતુષ્ટિ મળી શકે છે. જૂનમાં સારું પરિણામ મળવાની શક્યતા છે, જૂન પછીનો સમય બહુ સારો અને અનુકૂળ બની રહેશે. આ દરમિયાન તમને નોકરી પરિવર્તનની ઇચ્છા હશે તો કરી શકશો. જૂન પછીની સ્થિતિ થોડી કઠિનાઇવાળી બની રહે, પરંતુ વિદેશમાં કે ઘરથી દૂર નોકરી કરનારાઓને આ ગાળામાં સારું પરિણામ મળી શકે છે.
– પ્રેમ ઃ આગામી વર્ષ થોડું સારું તો થોડું ખરાબ ફળ આપનારું બની રહેશે. સારાની વાત કરીએ તો જૂન પછી કોઇ ગેરસમજ હશે તો તે દૂર થશે. પ્રેમસંબંધ બાબતે દ્રષ્ટિકોણ વધુ સારો અને સાચો થતો જશે. પણ ઓગસ્ટ પછી પ્રેમસંબંધમાં થોડી ઘટ આવી શકે છે. પણ જો તમારો પ્રેમ વાસ્તવિક હોય, એકમેકને સાચો પ્રેમ કરતાં હોવ અને ભવિષ્યમાં લગ્ન કરવાની ઈચ્છા ધરાવતાં હોવ તો તમને સારી તક મળી શકશે, પણ જો તમે ટાઇમપાસ હોવ તો પ્રેમમાં તિરાડ પડી શકે છે. એટલે આગામી વર્ષ મિશ્ર ફળદાયી બની રહેશે.
– નાણાં ઃ નાણાં બાબતે આગામી વર્ષ મિશ્ર ફળદાયી બની રહેશે. જૂન માસ પછી તમે સારી આવક મેળવી શકશો, પરંતુ કાંઇ બચત થઇ શકશે નહીં. બચત કરવા માટે તમારે આયોજન કરવું જરુરી થઇ પડશે. સપ્ટેમ્બર બાદ આવકમાં ઘટાડો થતો જોવા મળી શકે છે, એના બે માસ પછી આવકમાં વૃદ્ધિની શક્યતાની સાથે બચત પણ કરી શકશો. ક્યારેક નોકરી રહિત થવાનો વારો આવે તો, બેસી ના રહેશો. પણ એકવાર તો જે નોકરી મળે તેને સ્વીકારીને આગળ વધશો તો ભવિષ્યમાં તમને એ અનુભવના આધારે સારી કે વધુ સારી નોકરીની તક મળી શકે તેમ છે.
– શુભ દિવસ ઃ મંગળ
– શુભ અંક ઃ ૧
– શુભ રંગ ઃ સોનેરી
– ઉપાય ઃ (૧) રોટલીમાં ઘી-ગોળ મૂકી લાલ ગાયને ખવડાવો. (૨) ગણપતિ દાદાની સ્તુતિ કરો.