ભાજપ નેતા દેવેન્દ્ર ફડનવીસે ઉત્તરી મહારાષ્ટ્રના નાસિકમાં ચાલી રહેલ વાર્ષિક મરાઠી સાહિત્ય સંમેલનમાં સ્વતંત્રતા સેનાની વિનાયક દામોદર સાવરકરનું નામ ગુમ થવા પર પોતાનો વાંધો ઉઠાવ્યો છે. દિવંગત હિન્દુત્વ વિચારકનો જન્મ ૧૯૯૩માં નાસિકની પાસે ભગુરમાં થયો હતો.
કેટલાક વર્ગોની માંગ હતી કે ભુજબલ નોલેજ સિટીમાં આયોજિત થનાર અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનમાં એક પંડાલનું નામ સાવરકરના નામે રાખવામાં આવે આ વર્ષની બેઠકના આયોજનમાં મહારાષ્ટ્રના મંત્રી અને એનસીપી નેતા છગન ભુજબલ સામેલ છે.
ફડનવીસે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે સાવકરે મરાઠી સાહિત્ય સંમેલન અને મરાઠી રંગમેચ સંમેલન બંન્નેની અધ્યક્ષતા કરી હતી અને તે પત્રકાર સંધ મરાઠી પત્રકાર સંધના અધ્યક્ષ પણ રહી ચુકયા હતાં તે કદાચ એકલા વ્યક્તિ હશે જેમણે આ ઉપલબ્ધી હાંસલ કરી હોય તો પણ તેમનું નામ સમગ્ર આયોજનથી ગુમ છે.
પૂર્વ મુખ્યમંત્રી ફડનવીસે કહ્યું કે તે અમારા માટે એક આદર્શ છે અને જો અમારા આદર્શોનું સન્માન ન કરવામાં આવે તો અમારે ત્યાં જવાની જહેમત કેમ ઉઠાવવી જોઇએ તેમણે એ પણ કહ્યું કે ભાજપે સાહિત્યક બેઠકના સ્થાનનું નામ કુસુમાગરાજ રાખવાના નિર્ણયનું સ્વાગત કર્યું છે.જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા મરાઠી કવિ સ્વ.વીવી શિરવાડકરે કુસુમાગરાજ નામથી કવિતા લખી હતી.
અમે આયોજન સ્થળનું નામ કુસુમારાજના નામ પર રાખવાના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ પરંતુ એવું લાગે છે કે તેમના નામનો ઉપયોગ ફકત સાવકરના નામ પર સંભાવિત માંગનો મુકાબલા કરવા માટે કરવામાં આવ્યો ભાજપ નેતાએ કહ્યું કે સાવરકર ફકત એક સ્વતંત્રતા સેનાની ન હતાં. તેમણે નિબંધ નાટક કવિતાની રચના કરી હતી તે વ્યાકરણના વિદ્વાન અને ઇતિહાસકાર હતાં અને મરાઠીમાં અનેક નવા શબ્દ રજુ કર્યા હતાં.