જાફરાબાદના વારાહસ્વરૂપ મંદિરના સાંનિધ્યમાં તુલસી વિવાહનું આયોજન કરાયું છે. સમુદ્રના ટાપુ એવા શિયાળ બેટથી ઠાકોરજીની જાન આવશે. તુલસી વિવાહને લઇ અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. લોકોમાં ઉજવણી કરવા આતુરતા જાવા મળી રહી છે.