કેરળની આ ભયંકર દુર્ઘટના પર અમેરિકા, રશિયા, ચીન અને ઇરાન સહિત ઘણાં દેશોએ શોક વ્યક્ત કર્યો
(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૨
વાયનાડના મેપડીના પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલન થયા બાદ મૃતકોની સંખ્યા સતત વધી રહી છે. ભયંકર તારાજીના સામે આવેલા દ્રશ્યો હૃદય હચમચાવી દે એવા છે. આ દરમિયાન લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી હતી. હવે રાહુલ ગાંધીએ શુક્રવારે (૨ ઓગસ્ટ) જાહેરાત કરી છે કે કોંગ્રેસ પક્ષ તરફથી વાયનાડમાં પીડિતો માટે ૧૦૦થી વધુ ઘર બનાવવામાં આવશે. નોંધનીય છે કે વાયનાડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે ૨૭૫ લોકોના મોત થયા છે જેમાં અનેક પરિવારોના ઘર પણ તણાઇ ગયા છે. ઉપરાંત સતત ચોથા દિવસે પણ રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
રાહુલ ગાંધીએ આ ભયંકર આપત્તિ વિશે વાત કરતા કહ્યું કે, હું અહીં કાલથી છું. આ એક ભયંકર આપત્તિ છે. અમે કાલે ઘટનાસ્થળની મુલાકાત પણ લીધી હતી. અમે શિબિરોમાં પણ ગયા અને ત્યાંની Âસ્થતિની સમિક્ષા કરી હતી. આજે અમે વહીવટીતંત્ર તેમજ પંચાયત સાથે બેઠક કરી હતી. તેઓએ અમને મૃતકોની સંખ્યા, જર્જરિત થયેલા ઘરોની સંખ્યા અને તેમની આગામી નીતિ વિશે જાણકારી આપી હતી. અમે તેમને જણાવ્યું કે, અમે અમારા તરફથી દરેક સંભવિત સહાય કરવા તૈયાર છીએ. કોંગ્રેસ પરિવાર અહીં ૧૦૦થી વધુ ઘર બનાવવાનું સંકલ્પ લે છે. મને લાગે છે કે, કેરળે ક્યારેય આ પ્રકારની તારાજી નથી જાઇ હોય અને હું આ મુદ્દો દિલ્હીમાં તેમજ અહીંના મુખ્યમંત્રી સમક્ષ પણ ઉઠાવવા જઇ રહ્યો છું. આ એક અલગ સ્તરની તારાજી છે અને આ માટે અલગ રીતે વ્યવસ્થા કરવી જાઇએ.કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જાર્જએકહ્યું કે, બચાવ કાર્યમાં ૧૫૦૦ જેટલા સૈનિકોને તૈનાત કરવામાં આવ્યા છે તેમજ મોટી સંખ્યામાં ફોરેન્સક સર્જનો પણ તૈનાત છે. અત્યારે હજારો લોકો રાહત શિબિરોમાં છે જેમાંથી ઘણાં લોકો હાલ મેન્ટલ ટ્રોમામાં છે. હવામાન વિભાગે આગામી કેટલાક દિવસો માટે વાયનાડ ઉપરાંત અન્ય જીલ્લાઓ માટે વરસાદની આગાહી પણ કરી છે. કેરળની આ ભયંકર દુર્ઘટના પર અમેરિકા, રશિયા, ચીન અને ઇરાન સહિત ઘણાં દેશોએ શોક વ્યક્ત કર્યો છે.નોંધનીય છે કે, રાહુલ ગાંધીએ ૨૦૧૯માં વાયનાડ લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતી હતી અને ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં પણ તેઓ અહીંથી ફરી જીત્યા હતા. જા કે, કોંગ્રેસ નેતા ઉત્તર પ્રદેશની રાયબરેલી લોકસભા બેઠક પરથી પણ જીત્યા હતા, બાદમાં રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક છોડવાનો નિર્ણય કર્યો હતો. હવે આ બેઠક પરથી પ્રિયંકા ગાંધી પેટાચૂંટણી લડે તેવી શક્યતા છે.