વાપી જીઆઇડીસી વિસ્તારમાં એક ફેક્ટરીમાં માદક પદાર્થો બનતા હોવાની માહિતી સામે આવી હતી. જેને લઈ એનસીબી સતર્ક બની હતી. અને છેલ્લા એક અઠવાડિયાથી વોચ ગોઠવી હતી. ત્યાર બાદ દરોડાપાડી ૬૮ કિલો નશીલા પદાર્થ સાથે ૪ આરોપીઓની અટકાયત કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર એનસીબી (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો) ની ટીમને બાતમી મળી હતી કે, વાપી જીઆઇડીસીમાં એક કંપની દ્વારા લેબની અંદર ગેરકાયદે રીતે નશીલો પદાર્થ બનાવવામાં આવે છે. ત્યાર બાર દ્ગઝ્રમ્ દ્વારા આ કંપની ઉપર વોચ ગોઠવવામાં આવી હતી. ગતરોજ રવિવારે ચોક્કસ બાતમીના આધારે વાપી જીઆઇડીસીની એક કંપનીમાં દરોડા પડતાં લેબની અંદરથી ગેરકાયદે ૬૮ કિલો નશીલા પદાર્થ મળી આવ્યા હતા. આ કેસમાં એનસીબીએ ૪ લોકોની અટકાયત કરી છે.
જ્યારે કંપનીમાંથી નશીલા પદાર્થ સાથે તેના ઉત્પાદન માટેનું કેમિકલ સહિતનો મુદ્દામાલ કબજે લેવાયો હતો. કંપનીને સીલ કર્યા બાદ એક અધિકારીએ જણાવ્યું છે કે, ઝડપાયેલ નશીલા પદાર્થ અલ્પ્રાઝોલમ કે નોર્ડાઝેપામ હોવાની શક્યતા છે. જેની વધુ તપાસ એનસીબીની ટીમે હાથ ધરી છે.