(એ.આર.એલ),વડોદરા,તા.૩
વડોદરામાં વાડી સ્વામિનારાયણ મંદિર દુષ્કર્મ કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં સંમતિથી ફરિયાદ રદ કરવાની પિટિશન મંજૂર ન થતાં પિટિશન વિડ્રો કરાઈ છે.ફરીયાદી જ્યારે ૧૪ વર્ષની હતી તે સમયે તે દુષ્કર્મનો ભોગ બની હતી. તેના નિવેદન પ્રમાણે વાડી સ્વામીનારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી જગત પાવનદાસ સ્વામી ( જે.પી.સ્વામી)એ વિદેશથી લાવેલી ગિફ્ટ આપવાના બહાને તેને વાડી સ્વામિ નારાયણ મંદિરે બોલાવી હતી. બાદમાં મંદિરની નીચે એક રૂમમાં મને લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હતું. સગીરા પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાની ફરિયાદ વાડી પોલીસ મથકે નોંધાઇ હતી. ફરિયાદના આધારે ગુનો દાખલ કરી વાડી પોલીસે વાડી સ્વામીનારાયણ મંદિરના ૫ સંતોના નિવેદન લીધા હતા.બાદમાં એફએસએલ રિપોર્ટના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. માત્ર એક મહિનાના સયમગાળામાં હાઇકોર્ટમાં સંમતિથી ફરિયાદ રદ્દ કરવા માટે પિટિશન દાખલ થતા ચકચાર મચી ગઇ હતી. આ કેસમાં પીડિતાએ કોર્ટ સમક્ષ સીઆરપીસી ૧૬૪ મુજબનું નિવેદન પણ નોંધાવ્યું હતું.ત્યારબાદ આ ચકચારભર્યા કેસમાં સંમતિથી ફરિયાદ રદ્દ કરવા માટે હાઇકોર્ટમાં પિટિશન દાખલ થઇ હતી. જાકે, આ પિટિશન મંજૂર થઇ નહતી અને પિટિશન વિડ્રો કરી હતી