સાવરકુંડલાના ગાધકડા ગામે રહેતા એક પ્રૌઢ ખેડૂત તેની વાડીએ ભેંસોને પાણી તથા નીરણ નાખવા ગયા ત્યારે એક યુવક તેમની વાડીનો શેઢો કોતરતો હતો. જેથી તેમણે આમ કરવાની ના પાડતાં ઉશ્કેરાઈને દાતરડું માર્યું હતું. બનાવ અંગે લાલજીભાઈ નારણભાઈ ડાભી (ઉ.વ.૭૫)એ કચરાભાઈ પોલાભાઈ મકવાણા તથા જેઠાભાઈ કચરાભાઈ
મકવાણા સામે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ પોતાની વાડીએ ભેંસોને પાણી તથા નીરણ નાખવા ગયા ત્યારે કચરાભાઈ મકવાણા તેમની વાડીનો શેઢો કોતરતા હોવાથી તેમને ના પાડી હતી.
જેથી આરોપીએ ઉશ્કેરાઈને તેના હાથમાં રહેલું દાતરડું મારીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી.
સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ કે.એ.સાંખટ વધુ તપાસ કરી રહ્યા છે.