બગસરાના લુંઘીયા ગામે ચોંકાવનારો બનાવ બન્યો હતો. વાડમાં છીંડા પાડવાની ના પાડતાં કુહાડીનો ઘા મારવામાં આવ્યો હતો. તેમજ જાનથી મારવાની પણ ધમકી આપી હતી. બનાવ સંદર્ભે રમેશભાઇ નાથાભાઇ બાવસીયા (ઉવ.૪૯) એ જીગુડો દેવીપુજક તથા બહાદુર દેવીપુજક સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, આરોપીઓ તેમણે વાવવા રાખેલ વાડી ખેતર પાસે બકરા ચરાવતા હોય અને વાડમાં છીંડા પાડતા હતા. જેથી તેમણે આરોપી પાસે જઇ વાડમાં છીંડા પાડવાની ના પાડતા જેમ ફાવે તેમ ગાળો આપી હતી. તેમજ કુહાડીનો એક ઘા ગાલ ઉપર મારી દઇ ઇજા પહોંચાડી હતી. તેમજ બન્ને જણાએ શરીરે ઢીકાપાટુનો મુંઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.










































