લીલીયા તાલુકાના વાઘણીયાની પ્રાથમિક શાળામાં એક વૃક્ષ એક વિદ્યાર્થી કાર્યક્રમ યોજાયો હતો. શાળામાં અભ્યાસ કરતા ફોરમબેન શેલડીયા, ધારાબેન ગોસાઈ તેમજ સમૃદ્ધિબેન જીકાદ્રાના જન્મદિવસ નિમિત્તે વૃક્ષ ઉછેરનો સંકલ્પ લઈ તેમના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ વૃક્ષના જતન અને મહત્વને સમજે તથા પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય તેવા ઉદ્દેશ્યથી કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં વાઘણિયા ગામના સરપંચ બાલાભાઈ પડસારીયા, ઉપ સરપંચ ભરતભાઈ શેલડીયા, ચેતનભાઈ દેલવાડ, કાળુભાઇ સોલંકી તેમજ શાળાના વિપુલભાઈ કોટડીયા, મંજુલાબેન નારીયા, મનિષાબેન ચત્રોલા, પૂર્વીબેન ધામત તેમજ ભરતભાઈ પરમારે જહેમત ઉઠાવી હતી. શાળાના આચાર્ય મનસુખલાલ મેવાડા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.