લીલીયા તાલુકાની શ્રી વાઘણીયા પ્રાથમિક શાળામાં શહીદ બિપીન રાવતને બે મિનિટનું મૌન પાળી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય મનસુખભાઇ મેવાડા દ્વારા ભારતના વીર રતન, સર્જીકલ સ્ટ્રાઇકના હીરો એવા સીડીએસ જનરલ બિપીન રાવતના જીવન કવન વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ તકે શાળાના વિપુલભાઇ કોટડીયા, મંજુલાબેન નારિયા, મનીષાબેન ચત્રોછા તેમજ વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.