હાલ બિગ બોસ ૧૫માં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રીની ચર્ચા થઈ રહી છે. ખબર પ્રમાણે, સલમાન ખાનના શોમાં ચાર સેલિબ્રિટી વાઈલ્ડ કાર્ડ તરીકે એન્ટ્રી મારવાના છે. તેમાંથી એક નામ શિવિન નારંગનું પણ છે. શિવિન નારંગની ‘બિગ બોસ ૧૫’માં એન્ટ્રીને લઈને હજી સુધી કંઈ કન્ફર્મ થયું નથી, પરંતુ જો ખબર સાચી રહી તો કરણ કુંદ્રા અને તેજસ્વી પ્રકાશની હાલ જ શરૂ થયેલી લવ સ્ટોરીમાં નવો વળાંક આવી શકે છે. તેજસ્વી પ્રકાશ અને શિવિન નારંગ સ્ટંટ રિયાલિટી શો ખતરો કે ખિલાડી’નો ભાગ રહી ચૂક્યા છે. શો દરમિયાન તેમની સિઝલિંગ કેમેસ્ટ્રીની ખૂબ ચર્ચા થઈ હતી. સોશિયલ મીડિયા પર ફેન્સે બંનેનું હેશટેગ પણ બનાવ્યું હતું. શો બાદ બંને સોન્ગ સુન જરામાં સાથે જોવા મળ્યા હતા. તેમા પણ ફેન્સને તેમની કેમેસ્ટ્રી ગમી હતી. જો કે, તેજસ્વી અને શિવિને અફેરની ખબરને ખોટી ગણાવીને બંનેને સારા મિત્રો ગણાવ્યા હતા. અગાઉ અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવીને આપેલા ઈન્ટરવ્યૂમાં શિવિને કહ્યું હતું કે ‘અમારી મિત્રતા પાક્કી છે. લોકોને ખતરો કે ખિલાડીમાં અમારી મિત્રતા પસંદ આવી હતી. તેજસ્વી મીઠડી છોકરી છે. પરંતુ તેની અને મારી વચ્ચે મિત્રતાથી વધારે કંઈ નથી. બિગ બોસ ૧૫ના ઘરમાં સાથે રહેવા દરમિયાન કરણ કુંદ્રા અને તેજસ્વી પ્રકાશ એકબીજોને પસંદ કરવા લાગ્યા છે, આ સિવાય બંને એકબીજો પ્રત્યેની લાગણી પણ જોહેર કરી ચૂક્યા છ. ત્યારે શિવિન નારંગની એન્ટ્રીથી ત્રણેય વચ્ચે પ્રણય ત્રિકોણ પણ જોવા મળે તેવી પણ શક્યતા છે. શિવિન નારંગની વાત કરીએ તો, તેણે ૨૦૧૨માં ટીવી શો ‘સુરવીન ગૂગલ-ટોપર ઓફ ધ યર’થી એક્ટિંગ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો. પરંતુ તેને પોપ્યુલારિટી ‘બેહદ ૨’ અને ‘એક વીર કી અરદાસ-વીરા’થી મળી હતી. બાદમાં તે ‘ઈન્સ્ટન્ટ લવ’માં પણ જોવા મળ્યો હતો.