સાવરકુંડલા તાલુકાના વાંશિયાળી ગામે સરકારી જમીનમાં કરવામાં આવેલો ગેરકાયદેસર કબજા હટાવવા સરપંચે માંગ કરી છે. ગામમાં આવેલી રે.સ.નં.૯૭૧ તથા ૮૩૩ અને ૭૯૩ સરકારી જમીનમાં અમુક માથાભારે ઈસમો દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવેલ હોવાથી આ જમીન ખુલ્લી કરવા માટે સરપંચ વિમળાબેને તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારી સમક્ષ સત્વરે દબાણ દૂર કરવા માંગ કરી છે.