જાફરાબાદ તાલુકાના વાંઢ ગામે રબારી સમાજના શામળાભાઇ રબારી વિજેતા જાહેર થતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જાવા મળ્યો હતો. નવનિયુક્ત સરપંચને ગ્રામજનોએ શુભકામના પાઠવી હતી. સરપંચ શામળાભાઇ રબારીએ ગામના રસ્તા, પીવાલાયક પાણીની વ્યવસ્થા, ગટર વ્યવસ્થા સહિત જે કંઇ ગામના અણઉકેલ પ્રશ્નો છે તે હલ કરવાની ખાતરી આપી હતી. કનુભાઇ કોટીલા, દિનેશભાઇ કોટીલા, ભોળાભાઇ રબારી, પ્રતાપભાઇ રબારી સહિતનાઓએ સરપંચનું સન્માન કર્યું હતું.