જાફરાબાદના વાંઢ ગામના પાટીયા પાસે જુના મનદુઃખમાં બાબરકોટના યુવકને ફટકારવામાં આવ્યો હતો. બનાવ અંગે બાબરકોટ ગામે રહેતા રાહુલભાઈ રમેશભાઈ મકવાણા (ઉ.વ.૨૦)એ જગદીશભાઈ કાનભાઈ સાખટ, દીપકભાઈ સાખટ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, આરોપીઓ સાથે અગાઉ થયેલી બોલાચાલીના મનદુઃખમાં તેમનું મોટર સાયકલ ઉભું રખાવીને તેમને તથા તેના ભાઈને જેમ ફાવે તેમ ગાળો આપી હતી. તેમજ માથાના ભાગે લોખંડનો પાઈપ મારી મુંઢ ઈજા કરી હતી. જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ.આર. સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે.