બાબરા તાલુકાની વાંડળીયા ગ્રામ પંચાયત નવનિયુક્ત સરપંચ તથા સભ્યોની ટીમે દામનગર ખાતે શૈક્ષણિક સંસ્થાની મુલાકાત લીધી હતી. સરપંચ તથા સભ્યોએ, ગ્રામજનોએ વિશ્વાસ મુકી વિજયી બનાવ્યા છે ત્યારે હવે ગામના વિકાસ કાર્યો કરી લોકોના વિશ્વાસને વધુ મજબૂત બનાવીશું તેવી ખાતરી આપી હતી. આ તકે કરશનભાઇ જીયાણી, લાલજીભાઇ શિયાણી, જગદીશભાઇ વેકરીયા, પ્રકાશભાઇ સખીયા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.