બાબરાના વાંડળીયા ગામે રસ્તામાં પાણી ઢોળવા જેવી નજીવી વાતમાં પડોશીઓમાં માથાકૂટ થઈ હતી. આ બનાવ અંગે ઉમેશભાઈ કેસરભાઈ પરમાર (ઉ.વ,૩૨)એ રોહિતભાઈ જીવણભાઈ પરમાર, હંસાબેન જીવણભાઈ પરમાર તથા રોજીબેન રોહિતભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ ઉમેશભાઈએ આરોપીઓને રસ્તામાં પાણી નહીં ઢોળવાનું કહેતા સારું નહોતું લાગ્યું અને એકસંપ થઈ ઢીકાપાટુનો માર મારીને ગાળો આપી હતી. જે બાદ રોહિતભાઈ જીવણભાઈ પરમારે પણ ઉમેશભાઈ કેસાભાઈ પરમાર, ભરતભાઈ કેસાભાઈ પરમાર સામે તેમને તથા તેમના માતાને સંયુક્ત મીટરમાંથી લાઇટ કનેકશન બંધ કરવા બાબતે બોલાચાલી થયા બાદ તેમના માતાને ઢીકાપાટુ મારીને ગાળો આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. બાબરા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ એચ.વી.કાતરિયા વધુ તપાસ કરી રહ્યા છે.