બાબરાના વાંડળીયા ગામે ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં એક યુવકને ઢીકાપાટુ મારવામાં આવ્યા હતા. બનાવ અંગે જીતુભાઈ રમેશભાઈ રાઠોડ (ઉ.વ.૩૦)એ સંજયભાઈ વશરામભાઈ રાઠોડ, અજયભાઈ વશરામભાઈ રાઠોડ, ભાવેશભાઈ મેરામભાઈ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, આરોપીઓ તેમના ઘર સામે જોર-જોરથી વાતો કરી ગાળો બોલતા હતા. જેથી તેમણે ગાળો બોલવાની ના પાડતા આરોપી પોતાના ઘરેથી લોખંડનો પાઈપ લઈ આવ્યો હતો અને માથામાં મારતા ત્રણ ટાંકાની ઈજા થઈ હતી. જે બાદ ત્રણેય આરોપીઓએ સાથે મળીને ઢીકાપાટુનો મુંઢમાર મારી ગાળો આપી હતી.