ખાંભાના વાંગધ્રા ગામે રહેતી એક મહિલાએ મકાનના પ્લોટ બાબતે માથાકૂટ થતાં તેના કુટુંબીજનો સામે ફરિયાદ નોંધાવી હતી. હંસાબેન પાચાભાઈ રાઠોડ (ઉ.વ.૪૫)એ ભીખાભાઈ જીણાભાઈ રાઠોડ તથા ગીતાબેન સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમને જેઠના દીકરા સાથે ઘણા સમયથી મકાનના પ્લોટ બાબતે વારંવાર માથાકૂટ થતી હતી. જેનું મનદુઃખ રાખી જેમ ફાવે તેમ ગાળો આપી ઢીકાપાટુનો મુંઢ માર માર્યો હતો અને તેમને તથા તેના પતિને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ખાંભી પોલીસ સ્ટેશના હેડ કોન્સ્ટેબલ ડી.આર.મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.