ખાંભાના વાંકિયામાં રહેતા રેખાબેન ચૌહાણે ગીરીશભાઈ દાફડા સામે ફરિયાદ નોંધાવી હતી કે આરોપીએ તેમને તથા સાહેદોને કહ્યું કે, તું મારી ગાડીમાં મને મતીરાળા કેમ નથી લઈ જતો. આમ કરી તેમને ગાળો આપી ઢીકાપાટુનો માર મારી ઝપાઝપી કરવા લાગ્યો હતો. આ દરમિયાન તેના હાથમાં રહેલું બ્લેડ જેવું પતરું માથાના ભાગે વાગ્યું હતું.
અન્ય ઘટનામાં રાજુલામાં રહેતા સોનુભાઈ સોલંકીએ અરશીભાઈ સોલંકી તથા નીતીનભાઈ સોલંકી સામે મોરો તોડી નાંખ્યાના રૂપિયા માંગતા સારું નહીં લાગતા માર મારી ગાળો આપ્યાની ફરિયાદ
નોંધાવી હતી.