વાંકીયા ગામે રહેતો એક ખેડૂત મકાનને તાળું મારીને વાડીએ ગયો હતો. તે સમયે અજાણ્યા ઇસમો મકાનમાં ત્રાટક્યા હતા અને રોકડા ૫૦ હજારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
બનાવ સંદર્ભે ઘનશ્યામભાઈ છગનભાઈ રાદડીયા (ઉ.વ.૫૦)એ જાહેર કર્યા મુજબ, તેઓ સવારે સાત વાગ્યે મકાનને તાળું મારી વાડીએ ગયા હતા. સાંજે પરત આવ્યા ત્યાં સુધીમાં અજાણ્યો ઇસમ તાળું તોડી ઘરમાં રહેલી સુટકેસમાં રાખેલા રૂ. ૬૦,૦૦૦ની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ.જે.ગોંડલીયા વધુ તપાસ કરી રહ્યા છે.