અમરેલીના વાંકીયા ગામે અસામાજિક તત્વોના ત્રાસથી કંટાળી ગામના સરપંચ નયનાબેન ભરતભાઈની અધ્યક્ષતામાં ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરને અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા તેમજ ગામમાં પોલીસનું પેટ્રોલિંગ શરૂ કરાવવા રજૂઆત કરી હતી. ગામમાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવી રહ્યું છે. તેમજ અસામાજિક તત્વોથી ગ્રામજનો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. ત્યારે ગામની પોલીસ ચોકીમાં પોલીસ સ્ટાફની હાજરી નિયમિત કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ગ્રામજનોએ રજૂઆત કરી હતી.