વાંકિયા ગામે રહેતી એક સગીરાને ગામનો જ યુવક ફોન કરીને ત્રાસ આપતો હતો. જેનાથી કંટાળીને તેણે ગળાફાંસો ખાઈ લીધો હતો. આ બનાવ અંગે સગીરાના પિતાએ તેમના જ ગામના સંજયભાઈ ધીરૂભાઈ ચાપરા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ચોપડે જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમની દીકરીને આરોપી અવાર નવાર ફોન કરી ત્રાસ આપતો હતો. જેના કારણે પોતાની મેળે ગળાફાંસો ખાઇ લેતા મરણ પામી હતી. અમરેલી એસસી-એસટી સેલના નાયબ પોલીસ અધીક્ષક આર.ડી.ઓઝા વધુ તપાસ કરી રહ્યા છે.
નાનીકુંડળ ગામની સગીરાને તેના જ ગામનો ભાવેશભાઈ મનાભાઈ જમોડ નામનો યુવક લગ્નની લાલચે ભગાડી ગયો હોવાની ફરિયાદ તેના પિતાએ નોંધાવી હતી. અમરેલીમાં રહેતી એક સગીરાને અજાણ્યો યુવક લગ્નની લાલચે ભગાડી ગયો હોવાથી સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી છે.