ક્રાંતિકારી પૂજ્ય સંત શ્રી પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદજી મહારાજનું જોહેર પ્રાકૃતિક સન્માન તથા અભિવાદન કાર્યક્રમ ૫ મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં સાબરકાંઠા જિલ્લાના તિરૂપતિ ઋષિવન દેરોલ ખાતે ગ્રીંન ગ્લોબલ બ્રિગેડ ગુજરાત દ્વારા ૧૧૦૦૦ ગ્રીન કમાન્ડો દ્વારા ૧૧૦૦૦ વૃક્ષોનું વાવેતર તથા ૧૧૦૦ યુનિટ રકતદાન તથા ૧૧૦૦ ગંગાસ્વરૂપ બહેનોને ધાબળા વિતરણ તથા પૂજ્ય સ્વામીને પ્રકૃતિ એવોર્ડ દ્વારા સન્માનિત કાર્યક્રમ યોજવામાં આવ્યા હતો. આ પ્રસંગે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ ભાઈ પટેલ, હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ પટેલ, અગ્રણી સોમાભાઇ મોદી ગ્રીન એમ્બેસેડર અને સંસ્થાપક ગ્રીન ગ્લોબલ બ્રિગેડ ગુજરાતના જીતુભાઈ તિરુપતિ તથા ગ્રીન
ગ્લોબલ બ્રિગેડના પ્રમુખ નીલેશ રાજગોર અને પર્યાવરણ પ્રેમીઓ, યુવાનો અને મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વૃક્ષારોપણ કરી પર્યાવરણ પ્રેમીઓને સંબોધન કરતાં જણાવ્યું હતું કે વિશ્વ પર્યાવરણના દિવસે આપણે સૌ પર્યાવરણના જતન માટે ભેગા થયા છીએ. વૃક્ષ વાવી પર્યાવરણની જોળવણી કરવાની છે પ્રકૃતિને જીવંત રાખવાની છે પરંતુ કુદરત વિફરે તો કેટલી હેરાન કરે છે તે પણ આપણે અનુભવ્યું છે. સંસ્થાઓ આ વૃક્ષ ઉછેર માં જોડાય, વ્યક્તિઓ યુવાનો જોડાયા અને સામૂહિક પ્રયાસથી લાંબાગાળાનું આયોજન અને સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ આપણે કરવાનું છે જેમાં સરકારની પણ જવાબદારી છે.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે ગ્લોબલ વો‹મગના કારણે ઋતુઓ પણ બદલાતી જોય છે પણ આપણી પાસે વિઝનરી લીડરશીપ છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગ્લોબલ વો‹મગ અને ક્લાયમેટ ચેન્જ, પર્યાવરણ માટે ખૂબ પ્રયાસો કર્યા છે અને ક્લાઈમેટ ચેન્જ માટે અલાયદો વિભાગ શરૂ કર્યો છે. સાથે સાથે પ્રધાનમંત્રીશ્રીએ પ્રકૃતિ તરફ પાછા વળો નો સંદેશ
આપ્યો છે. પ્રાકૃતિક ખેતી અને પર્યાવરણની જોળવણી માટે એલઈડી બલ્બ વેચીને કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન ઘટાડ્યુ છે. એક સૂરજ એક વિશ્વ એક ગ્રીડનો મંત્ર આપ્યો છે. વિશ્વમાં સૂર્ય ઉર્જા સોલાર ઉર્જા ને પ્રોત્સાહન આપી ઐતિહાસિક નિર્ણયો કર્યા છે જેમાં વિશ્વના વિકસિત દેશો પણ આ મુહિમમાં જોડાયા છે.