વરસડા ગામના ભુવા સહિત બે સામે ફરિયાદ

ગ્રામ્ય વિસ્તારોમાં અને શહેરોમાં પણ નાની-મોટી બીમારીમાં ડોક્ટર પાસે જવાના બદલે ભૂવા કે મેલી વિદ્યા કરનારાઓ પાસે દોડી જનારો વર્ગ મોટો છે. નઠારાં ત¥વો લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને જાતીય શોષણ સુદ્ધાં કરતા હોય છે. રાજ્યમાં અંધશ્રદ્ધા વિરોધી કાયદો અમલમાં આવ્યો હોવાછતાં ધર્મના નામે વેપલો ચલાવનારા અને નિર્દોષ લોકોની મજબૂરીનો ગેરલાભ લઇને તેમનું ધન અને ઇજ્જત લૂંટનારા તરકટી સાધુ-બાવાઓ-ધુતારાઓ આજે પણ સક્રિય છે. રાજકોટની એક સગીરા સાથે વરસડા ગામે રહેતા ભુવાએ તાંત્રિક વિધિના બહારને શરીર સંબંધ બાંધ્યો હતો. જેને લઈ સગીરાએ વરસડા ગામે રહેતા ભુવા નીતીનભાઈ કાળુભાઈ વાઘેલા તથા રાજકોટના મનોજભાઈ જીવાભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, આરોપી ભુવાએ વળગાડ કાઢવાની વિધિ કરવાના બહાને તેમના શરીરના કપડાં કઢાવી, શરીરે તેમજ છાતીના ભાગે હાથ ફેરવી, અડપલાં કરીને બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યો હતો. જ્યારે મનોજભાઈ પરમારે પણ શરીર સંબંધ બાંધવાની માંગ કરી હતી.