અમદાવાદથી બાબરા પરત ફરી રહેલા બાબરા પાટીદાર જીનિંગ મીલવાળા જીતુભાઈ પાટીદાર પરિવાર સાથે આવતા હતા ત્યારે વલ્લભીપુરના કાનપર ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે આવતી આયસર ગાડીએ અડફેટે લેતા ઘટનાસ્થળે ભુપતભાઈ રામજીભાઇ બોરસાણીયાનું મોત થયું હતું. ગંભીર રીતે ઘાયલ જય જીતુભાઈ બોરસાણીયાનું ભાવનગર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. ગુરુવારે સવારે દાદા અને પૌત્રની સ્મશાન યાત્રા પૂર્ણ થયા બાદ, ઈજાગ્રસ્ત એકતાબેન, જે જયભાઈના પત્ની હતા અને ગર્ભવતી હતા, તેમનું પણ ભાવનગર ખાતે નિધન થયું હતું. અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતથી અમરેલી જિલ્લા સહિત પાટીદાર સમાજમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.









































