બાબરાના વલારડી ગામે એંઠવાડ નાખવા મુદ્દે બે પક્ષોમાં બઘડાટી બોલી હતી. રમેશભાઈ ખોડાભાઈ પરમાર (ઉ.વ.૩૬)એ જયદીપભાઈ દિનેશભાઈ મકવાણા, દેવુબેન દેવશીભાઈ પરમાર, દિપકભાઈ ખાણીયા, પરેશભાઈ દેવશીભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ દેવુબેન તેમના ઘરની બાજુમાં કચરો નાખ્યાનો આક્ષેપ કરી તેમને જેમફાવે તેમ ગાળો આપતા હતા. જેથી તેમને સમજાવવા જતાં ગાળો આપી મુંઢમાર માર્યો હતો અને હવે પછી એંઠવાડ નાખીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.
બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વાય.આર.ડેર વધુ તપાસ કરી રહ્યા છે. જે બાદ દિપકભાઈ સુરેશભાઈ ખાણીયા (ઉ.વ.૨૦)એ રમેશભાઈ ખોડાભાઈ પરમાર તથા ભારતીબેન રમેશભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી.
જે મુજબ તેઓ સાહેદ દેવુબેનને એંઠવાડ નાખવા મુદ્દે ઠપકો આપવા આવ્યા ત્યારે આરોપીએ ઉશ્કેરાઈને બેટ વડે મુંઢ ઈજા પહોંચાડી હતી અને જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વાય.આર.ડેર બંને કેસની વધુ તપાસ કરી રહ્યા છે.