બાબરાના વલારડી ગામેથી પીરખીજડીયા જવાના રસ્તે એક યુવક પર હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે જયેશભાઈ દડુભાઈ ડેર (ઉ.વ.૨૯)એ બટુકભાઈ ભાયાભાઈ ઝાપડા, સીંધોભાઈ ભરવાડ તથા બે અજાણ્યા સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ પોતાના ગામ ઇંગોરાળાથી આશરે દશેક વાગ્યે પોતાની નોકરીએ જવા નીકળ્યા હતા. તે દરમિયાન પીરખીજડીયાથી વલારડી વચ્ચે ગૌચરની જમીનમાં પવનચક્કીના થાંભલાનું કામ ચાલું હતું અને તે કામ રોકાવવા માટે કોશિશ કરી હતી. આ દરમિયાન ચમારડી ગામના બન્ને આરોપીઓ તથા એક અજાણ્યા માણસે તેમના પર અચાનક પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડી, ગાળો બોલી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.