બાબરાના વલારડી ગામની સીમમાં તળાવી તરીકે ઓળખાતી સીમમાંથી અમરેલી એલસીબી ટીમે છ જુગારીને રોકડા ૧૭,૮૦૦ સાથે ઝડપી લીધા હતા. રાજેન્દ્રભાઇ હિરાલાલભાઇ જોષી, ભીમજીભાઇ નાગજીભાઇ કાવઠીયા, રણછોડભાઇ વશરામભાઇ કુકડીયા, હિમ્મતભાઇ ધનજીભાઈ રાઠોડ, મયુરભાઇ હરસુરભાઈ ડેર તથા રાજેશભાઇ મોહનભાઇ રાઠોડ હારજીતનો તીનપત્તીનો જુગાર રમતાં રોકડા રૂ. ૧૭,૮૦૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. બાબરા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ વાય.આર.ડેર વધુ તપાસ કરી રહ્યા છે.