વલારડી ગામે જિલ્લા પંચાયતની કરિયાણા બેઠક માટે સેવા સેતુ કાર્યક્રમ અને ભારત સરકાર દ્વારા આયોજિત સ્વચ્છતા અભિયાન પખવાડિયાનું સંયુક્ત આયોજન કરવામાં આવ્યું હતું. આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં નીતિનભાઈ રાઠોડ, રાજુભાઈ વિરોજા, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર તેમજ વિવિધ શાખાઓના અધિકારીઓ અને મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.