વલસાડ જિલ્લામાં મોડી સાંજે વરસેલા વરસાદે તબાહી સર્જી દીધી છે. વરસાદે વાપી તેમજ વલસાડ શહેરના અનેક વિસ્તારોમાં પાણી પાણી કરી દીધું છે. વરસાદી પાણી લોકોની દુકાનો અને સોસાયટીઓમાં ભરાઇ ગયા છે. વાપીના ગુંજન વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા દુકાનોમાં રાત્રી દરમિયાન પાણી ઘુસ્યા છે.
વાપીના પોસ વિસ્તાર ગણાતા એવા રાજમોતી રેસિડન્સી સૂર્યા સોસાયટીના રોડ પર પાણી ભરાતા સ્થાનિકો પરેશાન થઇ ગયા છે. એક જ દિવસમાં મેઘરાજાએ પોતાની તોફાની બેટિંગ કરી વાપીની અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઇ ગયા છે. જેના કારણે તંત્રની પ્રિમોન્સૂન કામગીરી પર સવાલો ઊભા થયા છે.