ચોમાસા દરમિયાન પાણી જન્ય રોગો અને વાહક જન્ય રોગોનો પ્રકોપ વધી જાય છે. મચ્છરોથી થતા વાહક જન્ય રોગોનો આજકાલ વધારો થયો છે. જિલ્લામાં અનેક સરકારી હોય કે ખાનગી દવાખાના બધી જગ્યાએ દર્દીઓની ભીડ જાવા મળી રહી છે. ગ્રામીણ કક્ષાએ વાઇરલ ફીવર અને મેલેરિયા જેવા કેસોના દર્દીઓ નોંધાઈ રહ્યા છે. ચેપી રોગોને કારણે અનેક લોકો તાવમાં સપડાઈ રહ્યા છે.
વલસાડ જિલ્લાના આંકડા ઉપર એક નજર કરીએ તો જિલ્લામાં અત્યાર સુધીમાં ૬ તાલુકાઓ મળીને ડેન્ગ્યુના કુલ ૩૭ જેટલા કેસો નોંધાયા છે. મેલેરિયાના ૯ કેસ સામે આવ્યા છે, જ્યારે જિલ્લામાં ચિકનગુનિયાનો પણ ૧ કેસ નોંધાયો છે. ઉપરોક્ત આંકડા તો માત્ર સરકારી હોÂસ્પટલના છે જ્યારે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓ છે તો આ સંખ્યા વધી પણ શકે છે.
માદા એડીસ મચ્છર કરડવાથી ડેન્ગ્યુ ફેલાય છેઃ તમને જણાવી દઈએ કે, ડેન્ગ્યુ રોગ ચેપગ્રસ્ત માદા એડીસ મચ્છરના કરડવાથી ફેલાય છે. જેમાં મુખ્યત્વે એડીસ એજીપ્ટી અને એડીસ આલ્બોપિક્ટસનો સમાવેશ થાય છે. આ મચ્છર સમગ્ર વિશ્વમાં ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં જાવા મળે છે. જ્યાં પાણી વધુ એકÂત્રત થતું હોય ત્યાં મચ્છરોની ઉત્પત્તિ વધુ થાય છે.
જ્યારે એડીસ મચ્છર ડેન્ગ્યુથી સંક્રમિત વ્યÂક્તને કરડે છે ત્યારે તે વાયરસને ગ્રહણ કરે છે,વાયરસ મચ્છરના શરીરમાં ૮-૧૦ દિવસ સુધી રહે છે.જ્યારે ચેપગ્રસ્ત મચ્છર અન્ય વ્યક્તિને કરડે છે ત્યારે તે વાયરસને તેમના લોહીના પ્રવાહમાં દાખલ કરે છે. એડીસ મચ્છર એકત્ર થયેલા પાણીમાં ઉછરે છે. જેમ કે ફ્લાવરપોટ્‌સ, ડોલ અને ભરાયેલા ગટર. શહેરી વિસ્તારમાં વસ્તીની ગીચતા અને નબળા કચરાના વ્યવસ્થાપનને કારણે શહેરી વિસ્તારોમાં ડેન્ગ્યુ ઝડપથી ફેલાય છે. વાઇરસ જન્ય ચેપી રોગ હોવાથી તે મચ્છરોથી વધુ ફેલાય છે. જે લોકોને અગાઉ ડેન્ગ્યુનો ચેપ લાગ્યો ન હોય અને રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય એવા દર્દી વાયરસ માટે વધુ સંવેદનશીલ હોય છે. તેઓને ડેન્ગ્યુનો વાઇરસ જલ્દી જકડી લે છે. પરિણામે મજબૂત રોગ પ્રતિકારક શક્તિ હોવી એ ખૂબ જરૂરી છે.