ઘણી વખત રાજ્યમાં આધારકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ સહિતનો મોટો જથ્થો કચરામાંથી મળી આવ્યો હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે વલસાડ જિલ્લામાં કચરાની ડમ્પિંગ સાઈટ પરથી મોટી સંખ્યામાં કોન્ડમનો જથ્થો મળી આવ્યો હતો. આ કોન્ડમ ઉપયોગ કર્યા વગરના હતા. મોટી સંખ્યામાં કોન્ડમનો જથ્થો મળી આવ્યો હોવાના કારણે આરોગ્ય વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. મહત્વની વાત એ પણ છે કે, જે કોન્ડમનો જથ્થો મળ્યો છે તે કોન્ડમ નેશનલ એઈડ્‌સ કન્ટ્રોલ ઓર્ગોનાઈઝેશન દ્વારા વિતરણ કરવામાં આવતો હોય છે.
રિપોર્ટ અનુસાર, વલસાડની ઓરંગા નદીના કિનારા પર નગરપાલિકાની ડમ્પિંગ સાઈટ આવેલી છે. આ ડમ્પિંગ સાઈટ પરથી કોઈના દ્વારા નેશનલ એઈડ્‌સ કન્ટ્રોલ ઓર્ગોનાઈઝેશન દ્વારા વિતરણ કરવામાં આવતા કોન્ડમનો જથ્થો મોટી માત્રામાં મળી આવ્યો હતો. આ કોન્ડમ ઉપયોગ કરવામાં આવ્યા નહોતા. તો કોઈ વ્યક્તિ દ્વારા આ ઘટનાના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા હતા. આ બાબત આરોગ્ય વિભાગના ધ્યાનમાં આવતા આરોગ્ય વિભાગની ટીમ તપાસ કરવા માટે ઘટના સ્થળ પર પહોંચી હતી.
આ બાબતે વડોદરા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, આ કોન્ડમનો જથ્થો તેમનો નથી. તો બીજી તરફ કોન્ડમ પર લખવામાં આવેલી એક્સપાયરી ડેટ જ્યારે ચેક કરવામાં આવી તે સમયે જાણવા મળ્યું હતું કે, કોન્ડમની એક્સપાયરી ડેટ ૨૦૨૨ અને ૨૦૨૩ની હોવાનું જાણવા મળ્યું હતું. આ બાબતે વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે પ્રાથમિક તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તે કોન્ડમનો જથ્થો વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગનો પણ નથી. તો બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર મામલે બેચ નંબરના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. પણ આ ઘટનાને લઇને સવાલ એ ઉઠી રહ્યા છે કે, કોન્ડમની એક્સપાયરી ન હોવા છતાં પણ તેને શા માટે ફેંકવામાં આવ્યા હશે.
આ બાબતે જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી અનીલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, કોન્ડમનો જથ્થો ઉપર કામ કરતી સંસ્થાઓનું હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ લાગી રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું. વલસાડ જિલ્લામાં એચઆઇવી એઇડ્‌સ પર કામ કરતી સંસ્થા નેશનલ એઈડ્‌સ કન્ટ્રોલ ઓર્ગોનાઈઝેશન દ્વારા આ કોન્ડમ સરકારીની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવી રહ્યું છે.